1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી
  4. વોટ્સએપમાં સામેલ થયું શોપિંગ બટન, હવે યુઝર્સ કરી શકશે ખરીદી
વોટ્સએપમાં સામેલ થયું શોપિંગ બટન, હવે યુઝર્સ કરી શકશે ખરીદી

વોટ્સએપમાં સામેલ થયું શોપિંગ બટન, હવે યુઝર્સ કરી શકશે ખરીદી

0
Social Share
  • વોટ્સએપમાં સામેલ થયું શોપિંગ બટન
  • હવે સરળતાથી કરી શકશો ખરીદી
  • જાણો તેની ઉપયોગ કરવાની રીત કઈ છે

મુંબઈ: વોટ્સએપમાં હવે માત્ર ચેટિંગ જ નહીં પરતું ખરીદી પણ કરી શકાય છે. ચેટિંગ એપ વોટ્સએપમાં શોપિંગ બટનને સમગ્ર દુનિયામાં રોલ આઉટ કરવામાં આવ્યું છે. ભારતમાં પણ આ નવા ફીચરને નવા અપડેટમાં એડ કરવામાં આવ્યું છે.

કંપની દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વોટ્સએપ શોપિંગ બટનને અપડેટ કરવામાં આવ્યું છે. યુઝર્સને એપમાં જ એક સ્ટોરફ્રન્ટ આઇકનના રૂપમાં નવું બટન દેખાશે. આ જ નવું શોપિંગ બટન છે. આ આઇકનને દબાવતા જ સંબંધિત બિઝનેસનું સંપૂર્ણ કેટલોગ જોઈ શકાઈ છે. કોઈ પણ પ્રોડક્ટ પર ક્લિક કરીને તેને ખરીદવા માટે ચેટ શરૂ કરી શકાય છે.

હાલમાં જ વોટ્સએપને યુપીઆઈ પેમેન્ટ શરૂ કરવાની મંજૂરી મળી છે. હવે યુઝર્સ ચેટિંગની સાથે પેમેન્ટ પણ કરી શકે છે.

_Devanshi

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code