1. Home
  2. ગુજરાતી
  3. સોમાસાની સિઝનમાં કયા ફળો ખાવા આરોગ્ય માટે વધુ ઉત્તમ ગણાય છે,જાણો ફળો માંથી મળતા ગુણો વિશે
સોમાસાની સિઝનમાં કયા ફળો ખાવા આરોગ્ય માટે  વધુ ઉત્તમ ગણાય છે,જાણો ફળો માંથી મળતા ગુણો વિશે

સોમાસાની સિઝનમાં કયા ફળો ખાવા આરોગ્ય માટે વધુ ઉત્તમ ગણાય છે,જાણો ફળો માંથી મળતા ગુણો વિશે

0
Social Share
  • સોમાસાની ઋતુમાં લીચી,આલુ અને દાડમનું સેવન કરો
  • આ ફળો તમારા આરોગ્યને બનાવે છે તંદુરસ્ત

ચોમાસાની ઋુતુ શરુ થઈ ચૂકી છે.આ ઋતુમાં આપણે ખાસ ખાવાપીવાની કાળજી લેવી જોઈએ, સાથે સાથે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ જળવાઈ તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે.આપણે જાણીએ છીએ કે ફળોના વપરાશથી શરીરને જરૂરી પોષણ મળે છે. કોઈપણ ફળ નિયમિતપણે ખાવા તે સારી બાબત છે પરંતુ તે ધ્યાનમાં રાખવું જરૂરી છે કે કઇ ઋતુમાં કયું ફળ ખાવું ફાયદાકારક સાબિત થાય છે. આમ તો ફળો તમને જરૂરી તમામ પોષક તત્વો પૂરા પાડે છે તેના સેવનથી તમે રોગોથી પણ દૂર રહી શકો છો, ચાલો જાણીએ ચોમાસામાં કયા કયા ફળો ખાવા જોઈએ.

દાડમઃ-

વરસાદી મોસમમાં દાડમ ખાવા ફાયદાકારક સાબિત થાય છે કારણ કે દાડમના ફળમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે આપણાં શરીરના ચાપનતંત્રને વધારવામાં મદદ કરે છે. દાડમ ખાવાથી લાલ રક્તકણો આપણા શરીરમાં ઝડપથી વિકાસ પામે છે. તમે દાડમનો રસ પણ પી શકો છો, તેમજ વરસાદની ઋતુમાં તે ગરમ તાસીર ધરાવતા લોકોને નુકસાન નહીં કરે.

લીચીઃ-

વરસાદ શરુ થતા પહેલા લીચીનું આગમન થાય છે. આવા સમયે લીચી ખાવી જોઈએ કારણ કે તેમાં એન્ટી વાઈરલ ગુણ હોય છે. આપણું બ્લડ સર્ક્યુલેશન લીચી ખાવાથી સારુ રહે છે, ચોમાસાની ઋુતુમાં તેનું સેવન ખાસ કરવું જોઈએ કારણ કે ત્યાર બાદ કોઈ પણ સીઝનમાં લીચી સરળતાથી મળી શકતી નથી.

આલુંઃ-

આલૂં જે દેખાવમાં લાલ અને સ્વાદમાં ખટ્ટ મીઠ્ઠા હોય તેવું એક ફળ છે . આ ફળ ખૂબ જ ફાયદાકારક છે. તેને ખાવાથી શરીરનમાં પુરતા પ્રમાણમાં વિટામિન-સી, ફાઇબર અને મિનરલ્સ મળી રહે છે. તેને ખાવાથી રોગપ્રતિકારક શક્તિનો વિકાસ પણ થાય છે. તે શરીરમાં વધુ સારી ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવે છે.

નાસપતિઃ-

સોમાસામાં  નાસપતીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.નાસપતીનું સેવન વજન ઓછુ કરવામાં મદદગાર સાબિત થાય છે. આ ફળ ને પોતાની ડાયેટ માં સામેલ કરવાથી વજન ઉતારવા માંગતા લોકોને ફઆયદો થાય છે.

સફરજનઃ-

આમ તો દરેક ઋુતુમાં દરરોજ સફરજનનું સેવન કરવું જોઈએ, પરંતુ જો તમે હંમેશા ન કરતા હોવ તો પણ તમારે વરસાદની ઋતુની શરૂઆતમાં તે ચોક્કસપણે કરવું જોઈએ. આ મોસમમાં ઘણીવાર પેટની સમસ્યા સર્જાતી હોય છે.  તેમાં સારી માત્રામાં રેસા જોવા મળે છે.

ચેરીઃ-

ચેરીઓમાં એન્ટીઓક્સીડેન્ટ તરીકે મેલાટોનિન હોય છે, જે આપણી કોષ પ્રણાલીને ફ્રી રેડિકલ્સના કારણે થતા નુકસાનથી સુરક્ષિત કરે છે. ચેરી હૃદયરોગથી બચવા માટે ખૂબ ફાયદાકારક હોવાનું પણ કહેવામાં આવે છે. તે શરીરમાં કોલેસ્ટરોલનું સ્તર ઘટાડે છે અને કેન્સર વિરોધી ગુણધર્મો ધરાવે છે.

પીચઃ-

વિટામિન-એ, વિટામિન-બી, વિટામિન-સી અને કેરોટિનથી સમૃદ્ધ, પીચ આપણી રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ સારા માનવામાં આવે છે. તે આપણી આંખો અને ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેમાં ફાયબરનું પ્રમાણ વધુ હોવાથી, વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code