- તરબૂચનું જ્યુસ પીવાથી અનેક ફાયદા
- શરીરમાં પાણીની વધારે છે માત્રા
- અનેક રોગોથી બચાવે છે તરબૂચનું જ્યુસ
હાલ ઉનાળાની સીઝન ચાલી રહી છે.ત્યારે ગરમીઓમાં સૌથી મોટી સમસ્યા ડિહાઇડ્રેશનની હોય છે. આ સમસ્યાને દૂર કરવા માટે તરબૂચથી વધુ કઇ સારું નથી. આ ફળમાં 92 ટકા પાણી હોય છે,જે શરીરને હાઇડ્રેટ કરવાની સાથે તાત્કાલિક એનર્જી આપે છે. અને તમામ પરેશાનીઓથી બચાવે છે. જો તમે દરરોજ તરબૂચ નથી ખાઇ શકતા, તો તેના જ્યુસને ડાયટમાં સામેલ કરી લો.
તરબૂચના જ્યુસ દ્વારા તેના પોષક તત્વો તમારા શરીરમાં પહોંચે છે.અને શરીર તાજગી અનુભવે છે. અને કિડનીની સમસ્યાઓથી લઈને કેન્સર સુધીની સમસ્યાઓથી બચાવે છે. જો તરબૂચના જ્યુસમાં કાળું મીઠું અને કાળા મરી સાથે મિલાવીને પીવામાં આવે તો તે વધારે ફાયદાકારક બને છે. અહીં જાણો તરબૂચના જ્યુસના ફાયદાઓ વિશે.
કેન્સરથી બચાવે છે
તરબૂચમાં લાઇકોપીન એન્ટીઓકિસડેંટ હોય છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. અને કેન્સરનું જોખમ ઓછુ કરે છે. તમામ આયુર્વેદ જાણકારોનું માનવું છે કે, જો કેન્સરના દર્દીઓ તરબૂચના જ્યુસમાં કાળા મરી સાથે મિલાવીને પીવે તો કેન્સરના કોષો નષ્ટ પામે છે.
વજન ઘટાડવામાં મદદગાર
જાડાપણું એ તમામ રોગોનું મૂળ છે. જો તમારે તમારું વજન ઓછું કરવું હોય તો ડાયટમાં તરબૂચનું જ્યુસ સામેલ કરો. તેનાથી તમને એનર્જી પણ મળશે અને વજન પણ ઓછો થશે.
કિડનીના દર્દીઓ માટે ફાયદાકારક
તરબૂચમાં આયર્ન,કેલ્શિયમ,મેગ્નેશિયમ,કોપર,પોટેશિયમ,વિટામિન સી,બી -1,બી -2,બી -3,બી -5 અને બી -6 જેવા ઘણા પોષક તત્વો હોય છે. તરબૂચનું જ્યુસ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે. જે લોકોને કિડનીની પરેશાની છે, તેઓએ દિવસમાં બે વાર તરબૂચનો રસ પીવો જોઈએ.
લૂ થી રક્ષણ આપે છે
ઉનાળામાં લૂ લાગવાનું જોખમ રહે છે. લૂ લાગવાને કારણે શરીરમાં ડિહાઇડ્રેશનની સમસ્યા રહે છે. તરબૂચ શરીરમાં પાણીની કમીને દૂર કરે છે. એટલા માટે ગરમીમાં ખાસ કરીને તેને હેલ્ધી ડ્રીંક તરીકે તમારા ડાયટમાં સામેલ કરવું જોઈએ.
(દેવાંશી)