Site icon Revoi.in

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ 198 તાલુકામાં મેઘરાજાની ધબધબાટી

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસુ જામ્યું છે દરમિયાન 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ ખેડાના નડિયાદમાં પોણા 11 ઈંચ વરસાદ વરસાદ ખાબક્યો હતો. અમદાવાદના દસક્રોઈમાં સાડા 10 ઈંચ વરસાદ તો ખેડાના મહેબદાબાદમાં સાડા 9 ઈંચ, માતરમાં 8 ઈંચ તો મહુધામાં 7 ઈંચ વરસાદથી ચારેકોર જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. સાણંદમાં 5 ઈંચ, બાવળામાં સાડા 4 ઈંચ, ધોળકામાં સવા 4 ઈંચ વરસાદ તો અમદાવાદ શહેરમાં પોણા 3 ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ વચ્ચે વરસાદ. ધુમ્મસને કારણે વીઝીબલીટી ઘટતા વાહન ચાલકો અને શાળાએ જતા બાળકોને હાલાકી પહોંચી.

અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિત 9 જિલ્લામાં રેડ એલર્ટ તો સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામા આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાત રાજ્યમાં હાલ 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.. જેના કારણે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે.. આગાહી મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. જ્યારે સૌરાષ્ટ્ર – કચ્છમાં, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. સવારથી અત્યારસુધી કુલ 177 તાલુકામાં વરસાદ નોંધાયો છે.. રાજ્યના 49 ડેમ હાઇ એલર્ટ પર છે તો અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ છે..