Site icon Revoi.in

સુરતમાં મ્યુનિ સ્કૂલોમાં સત્ર પૂર્ણ થવાને 3 મહિના બાકી છે ત્યારે હવે સ્પોર્ટ્સ યુનિફોર્મ અપાશે

Social Share

સુરત, 28 જાન્યુઆરી 2026: શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક સમિતિની સ્કૂલોમાં હવે સત્ર સમાપ્તિને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે પ્રાથમિક શાળાના બાળકોને સ્પોર્ટ્સ યુનિફોર્મ આપવાનો નિર્ણય લેવાતા વિવાદ ઊભો થયો છે. નજીકના દિવસોમાં ખેલ મહાકુંભ શરુ થઈ રહ્યો છે ત્યારે શિક્ષણ સમિતિએ સ્પોર્ટસ યુનિર્ફોમ માટે દોઢ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ આ સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓએ જુનો જ સ્પોર્ટ્સ યુનિફોર્મ પહેરવો પડશે. જોકે, નગર પ્રાથમિક સમિતિના પદાધિકારીઓએ એવો બચાવ કર્યો છે. કે,  ગત વર્ષે જાન્યુઆરીમાં જ સ્પોર્ટ્સ, યુનિફોર્મ આપ્યા છે તેથી વિદ્યાર્થીઓને મુશ્કેલી પડશે નહીં,

શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક સમિતિની સ્કૂલોમાં સ્પોર્ટ્સ ટીચરનો અભાવ છે ત્યારે આગામી નજીકના દિવસોમાં ખેલ મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે જેમાં શિક્ષણ સમિતિની શાળામાં મોટાભાગના વિદ્યાર્થીઓ ભાગ લેશે. ખેલ મહાકુંભ આડે ગણતરીના દિવસો છે ત્યારે હજી સુધી સમિતિના વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ યુનિફોર્મ મળ્યા નથી. ગત વર્ષે ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થયો હતો તે જ ભુલનું પુનરાવર્તન થયું છે અને હાલ ટેન્ડર મંજુર થયા છે. તેથી ફેબ્રુઆરી માસના અંત કે માર્ચની શરૂઆતમાં વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ યુનિફોર્મ મળી શકે તેવી શક્યતા છે.

નગર પ્રાથમિક સમિતિના પદાધિકારીઓએ ગત વર્ષે જાન્યુઆરી મહિનામા સ્પોર્ટ્સ યુનિફોર્મ આપવામાં આવ્યા હતા તેથી વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી પડશે નહીં. જોકે, જે રીતે ટેન્ડરની શરતો મુજબ ગણતરી થઈ રહી છે. તે પ્રમાણે જે વિદ્યાર્થીઓને સ્પોર્ટસ યુનિફોર્મ આપવામાં આવશે અને વિદ્યાર્થીઓના હાલમાં આ સ્પોર્ટ્સ યુનિફોર્મ આવશે ત્યારે સત્ર પુરું થવા આડે ત્રણ મહિના જેટલો જ સમય બાકી રહેશે અને તેમાં પણ પરીક્ષાનો સમાવેશ થઈ જશે. તેથી મોડા યુનિફોર્મ આપવાનો હેતુ શું રહેશે તે અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે.

Exit mobile version