1. Home
  2. ગુજરાતી
  3. વ્હોટ્સઅપ-પૅ આવતા જ NPCI એ યૂપીઆઈ ટ્રાંજેક્શનની મર્યાદા નક્કી કરી – ગૂગલ-પૅ અને ફોન-પૅ પર સૌથી વધુ અસર જોવા મળશે
વ્હોટ્સઅપ-પૅ આવતા જ NPCI એ યૂપીઆઈ ટ્રાંજેક્શનની મર્યાદા નક્કી કરી – ગૂગલ-પૅ અને ફોન-પૅ પર સૌથી વધુ અસર જોવા મળશે

વ્હોટ્સઅપ-પૅ આવતા જ NPCI એ યૂપીઆઈ ટ્રાંજેક્શનની મર્યાદા નક્કી કરી – ગૂગલ-પૅ અને ફોન-પૅ પર સૌથી વધુ અસર જોવા મળશે

0
Social Share
  • વ્હોટ્સઅપ-પૅ આવતા જ NPCI એ UPI ટ્રાંજેક્શનની મર્યાદા નક્કી કરી
  • સમગ્ર UPIના 30 ટકા જ ટ્રાંજેક્શન કરી શકાશે

 

વ્હોટસઅપ-પૅ ને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ભારતમાં યૂપીઆઈ આધારિત પેમેન્ટ માટે પરવાનગી આપી દીધી છે, જેથી વ્હોટ્સઅપ -પૅ લોન્ચ પણ કરવામાં આવ્યું છે, જો કે તેની સાથે સાથે NPCI એ ટ્રાન્જેક્શન પર પર લીમિટ લાવવાનું નક્કી કર્યું છે, માત્ર એક મહિનાની અંદર 2 અરબ યૂપીઆઈ ટ્રાજેક્શેન કરવામાં આવી ચૂક્યા છે.

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે, થર્ડ પાર્ટી એપ્લિકેશન્સને સમગ્ર યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાંથી ફક્ત 30 ટકા જ મળશે. થર્ડ પાર્ટિ પેમેન્ટ એપ્સ જેમ કે, ગૂગલ-પૅ અને ફોન-પૅ જેવા બીજા યૂપીઆઈ આધારિત પેમેન્ટ એપ્સ છે.

દેશમાં યૂપીઆઈ પેમેન્ટ બાબતે ગૂગલ-પૅ અને ફોન-પૅ નું સૌથી મોટૂ માર્કેટ જોવા મળે છે, એટલા માટે જ NPCIએ લીધેલા નિર્ણયની સૌથી વધુ સર ગૂગલ-પે અને ફોન-પે પર જોવા મળશે.

NPCI એ રદુ કરેલી એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે, કોઆ પણ થર્ડ પાર્ટી યૂપીઆઈ એપ પૂરે સમગ્ર યૂપીઆઈ ટ્રાંજેક્શનનો 30 ટકાથી વધુ યૂપીઆઈ ટ્રાજેક્શન નહી કરી શકે, આ નિર્ણય રિસ્ક મેનેજમેન્ટ અને વધી રહેલા યૂપીઆઈ પેમેન્ટને જોતા લેવામાં આવ્યો છે.

NPCI એ કહ્યું કે , યૂપીઆઈ ટ્રાંજેક્શન દર મહિને 2 અરબ સુધી પહોચ્યું છે તેની સાથે તેના સંભવિત ફ્યૂચર ગ્રોથ પણ વધુ છે, જેથી હને ટોટલ કિંમતનો 30 ટકા જ થર્ડ પાર્ટી ટ્રાંજેક્શન કરવામાં દેવાની પરવાનગી આપવામાં આવશે

ભારતમાં યુપીઆઈની જો વાત કરવામાં આવે તો, ગૂગલ પે અને ફોન પે નું માર્કેટ 80% છે. ઓક્ટોબર મહિનામાં ફોન પે  પર 835 મિલિયન યુપીઆઈ આધારિત વ્યવહારો થયા છે.જ્યારે બીજો નંબર ગૂગલ પે નો આવે  છે જ્યાં ગયા મહિનામાં 819 મિલિયન યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા છે.

આ નિયમ 1લી જાન્યુઆરી વર્ષ 2021થી લાગુ કરાશે, જો કે તેની સામે એક વાત સારી એ છે કે, આ માટે તેમને 3 વર્ષનો સમય આપવામાં આવશે ર્થાત આ કેપિંગની અસર તરત જોવા નહી મળે.

30 ટકા લિમીટ જો કોઈ થર્ડ પાર્ટી યૂપીઆઈ આધારિત એપ્સ કરે છે તો આવી સ્થિતિમાં NPCI  તેમને 2 વર્ષની સમય મર્યાદા આપશે, આ 2 વર્ષ દરમિયાન આ નિયમનું પાલન કરવું પડશે

સાહીન

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code