રાજ્યના ખાદ્યતેલ બજારમાં ફરી એકવાર ભાવ વધારાનો ઝાટકો લાગ્યો છે. ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાઈ જશે, સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં પ્રતિ ડબ્બે રૂ. 80નો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારો તાત્કાલિક અસરથી લાગુ પડ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અગાઉ રૂ. 2380માં મળતો સિંગતેલના 15 કિલોનો ડબ્બો હવે રૂ. 2450માં વેચાઈ રહ્યો છે. તેવી જ રીતે, કપાસિયા તેલના 15 કિલોના ડબ્બાનો ભાવ પણ વધીને રૂ. 2300 પર પહોંચ્યો છે. એક સાથે રૂ. 80ના વધારાને કારણે સામાન્ય વર્ગના પરિવારો પર મોટો આર્થિક બોજ પડશે.