1. Home
  2. ગુજરાતી
  3. વર્લ્ડ અલ્ઝાઈમર ડેઃ- જાણો શું છે આ ભૂલવાની બિમારીના લક્ષણો, અને તેમાં કઈ સારવાર થઈ શકે
વર્લ્ડ અલ્ઝાઈમર ડેઃ- જાણો શું છે આ ભૂલવાની બિમારીના લક્ષણો, અને તેમાં કઈ સારવાર થઈ શકે

વર્લ્ડ અલ્ઝાઈમર ડેઃ- જાણો શું છે આ ભૂલવાની બિમારીના લક્ષણો, અને તેમાં કઈ સારવાર થઈ શકે

0
Social Share
  • આજે વર્લ્ડ અલ્ઝાઈમર ડે
  • આ રોગમાં યાદશક્તિ નબળી પડે છે

આજે 21 સપ્ટેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં અલઝાઈમર દિવસ તરીકે મનાવાઈ છે, આ એક એવી બિમારી છે જે આમ તો સામાન્ય છે પરંતુ તેમાં ભૂલી જવાના લક્ષણો હોય છે,દર્દી કેટલીક બાબતો આ રોગમાં ભૂલી જાય છે આ સાથે જ અલ્ઝાઈમર રોગ પણ વધતી ઉંમર સાથે વધે છે. 60 વર્ષની ઉંમર પછી, મગજમાં ઘણા ફેરફારો થાય છે, જેના કારણે વ્યક્તિ ઘણું બધું ભૂલવા લાગે છે, તેની જૂની યાદો અને યાદશક્તિ પણ નબળી પડી જાય છે.આ સાથે જ  શરીરમાં ઘણા વિટામિન્સની અછતને કારણે આવું થાય છે. આ મગજનો એક પ્રકારનો રોગ છે, 

અલઝાઈમર રોગ શું છે. જાણો

જો અમેરિકાની વાત કરવામાં આવે તો  60 લાખથી વધુ લોકોને અલ્ઝાઈમના દર્દીઓ જોવા મળે છે, ભારતમાં પણ આ રોગના કેસ ઝડપથી વધી રહ્યા છે. અલ્ઝાઈમર રોગ એ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે જેના કારણે મગજનો અમુક ભાગ સંકોચાઈ જાય છે, જેમાં મગજના કોષોને નુકસાન થાય છે. અલ્ઝાઈમર રોગ એ ડિમેન્શિયાના સૌથી સામાન્ય કારણોમાંનું એક માનવામાં આવે છે, આ બંને પરિસ્થિતિઓમાં વ્યક્તિની વિચારવાની, વર્તવાની અને વર્તવાની રીતમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

જો વધુ આ રોગ વિશે જાણીએ તો આ  એક ન્યુરોલોજીકલ સમસ્યા છે, જે શરીરમાં ઘણા વિટામિન્સની ઉણપને કારણે પણ થઈ શકે છે. જે લોકો વધુ તણાવ માંથી પસાર થઈ રહ્યા છે, અથવા તો જે લોકો દારૂ અને સિગારેટનું સેવન કરે છે, તે લોકોના મગજ પર તેની વધુ અસર થાય છે. ડોમગજમાં પ્રોટીન સામાન્ય રીતે કામ કરી શકતા નથી, જેના કારણે મગજના કોષો નું કામ પણ ખોરવાઈ જાય છે, જેના કારણે આવી સમસ્યાઓ થઈ શકે છે.

અલઝાઈમરના લક્ષણો

વસ્તુઓ ભૂલી જાઓ,જૂની વસ્તુઓ યાદ રાખવામાં અસમર્થતા અનુભવવી, કામ કરવામાં મુશ્કેલી ઓ સર્જાવી આ સાથે જ કોઈપણ નિર્ણય લેવામાં મુશ્કેલી પડવી આ સહીત વર્તનમાં ફેરફાર થવો અને બોલવામાં કે લખવામાં મુશ્કેલી આથી વિષેષ કે મૂડ અને વ્યક્તિત્વમાં ફેરફાર જોવા મળે છે.

શું છે આ રોગની સારવાર

અલઝઆઈમરની સારવાર દવાઓ અને ઉપચારો દ્વારા પણ થઈ શકે છે આ સાથે જ દર્દીઓ નિયમિત કસરત કરવી જોઈએ એથી વિશેષ કે આહારમાં પોષણનું વિશેષ ધ્યાન રાખો ખાસ કરીને ખોરાકમાં બદામ, ડ્રાયફ્રુટ્સ જેવી પૌષ્ટિક વસ્તુઓ ખાઓ

આ સાથે જ આ રોગના દર્દીઓ એ તણાવ ઓછો રાખવો જોઈએ અને દારૂ ન પીવો
બીપી અને ડાયાબિટીસનું ધ્યાન રાખો લસાથે જ કોલેસ્ટ્રોલ વધવા ન દો, આ સહીત સારા ડોક્ટરની દવાઓ અને સલાહ તો ચાલુ રાખવી જ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code