Site icon Revoi.in

મહાકુંભમાં મહિલાઓને શ્વાસ લેવામાં થયેલી તકલીફની ઘટના પછી યોગી આદિત્યનાથે શ્રદ્ધાળુઓને કરી ખાસ અપીલ

Social Share

લખનૌઃ મહાકુંભમાં મહિલાઓને શ્વાસ લેવામાં થયેલી તકલીફની ઘટના પછી સીએમ યોગી આદિત્યનાથે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે તેઓ જે ઘાટ પર છે ત્યાં જ સ્નાન કરે અને સંગમ તરફ જવાનું ટાળે. તેમણે કહ્યું કે સ્નાન માટે ઘણા ઘાટ બનાવવામાં આવ્યા છે જેનો ઉપયોગ કરી શકાય છે. સીએમ યોગીએ પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવાનું કહ્યું છે.

મહાકુંભમાં મહિલાઓને શ્વાસ લેવામાં થયેલી તકલીફની ઘટના પછી સીએમ યોગી આદિત્યનાથનું પહેલું નિવેદન સામે આવ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ શ્રદ્ધાળુઓને અપીલ કરી છે. જ્યાં માતા ગંગા છે તે ઘાટ પર સ્નાન કરો. સંગમ તરફ જવાનો પ્રયાસ કરશો નહીં. સ્નાન માટે ઘણા ઘાટ બનાવવામાં આવ્યા છે. જેનો તમે ઉપયોગ કરી શકો છો.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વહીવટીતંત્રની સૂચનાનું પાલન કરીને વ્યવસ્થા કરવામાં સહકાર આપો. કોઈપણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપો. મહત્વનું છે કે, પ્રયાગરાજના ત્રિવેણી સંગમ પર અડધી રાત્રીથી મૌની અમાસનું અમૃત સ્નાન માટે ભક્તોનું ઘોડપુર ઉમટ્યું,,, મેળા ક્ષેત્રમાં ભારે ભીડના કારણે કેટલાક વૃધ્ધો અને મહિલાઓને શ્વાસ લેવામાં તકલીફ થતા બેહોશ થવાની ખબર આવી રહી છે. આ સ્થિતિમાં 25-30 લોકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોચાડવામાં આવ્યાં હતાં. તાત્કાલીક સારવાર માટે મેળા ગ્રાઉન્ડ હોસ્પિટલમાં દર્દીને પહોંચાડવા માટે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યું હતું.

ગંગા, યમુના અને સુપ્રસિદ્ધ સરસ્વતી નદીઓના પવિત્ર સંગમસ્થાનથી લગભગ એક કિલોમીટર દૂર બેરીકેડ તૂટી જતાં ઘટના બની હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક મહા કુંભ મેળા વિસ્તારની નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યારે કેટલીક ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે બેઈલી હોસ્પિટલ અને સ્વરૂપ રાની મેડિકલ કોલેજમાં મોકલવામાં આવી હતી.

Exit mobile version