1. Home
  2. ગુજરાતી
  3. યોગી સરકાર રામ મંદિરની ચળવળ સાથે જોડાયેલા નેતાઓને આપશે  ખાસ સમ્માન- તેમના નામે બનાવશે અયોધ્યાના ચારરસ્તાઓ
યોગી સરકાર રામ મંદિરની ચળવળ સાથે જોડાયેલા નેતાઓને આપશે  ખાસ સમ્માન- તેમના નામે બનાવશે અયોધ્યાના ચારરસ્તાઓ

યોગી સરકાર રામ મંદિરની ચળવળ સાથે જોડાયેલા નેતાઓને આપશે  ખાસ સમ્માન- તેમના નામે બનાવશે અયોધ્યાના ચારરસ્તાઓ

0
Social Share
  • રામમંદિરની ચળવળ સાથે જોડાયેલા મહાપુરુષોને અપાશે સમ્માન
  • યોગી સરકાર તેમના નામે બનાવશે અયોધ્યાના ચોક

લખનૌઃ- અયોધ્યાનું રામ મંદિર લાખો ભક્તોનું સ્વપ્ન છે, ત્યારે ઉત્તરપ્રદેશની સરકાર આ મંદિરના આંદોલન સાથે જોડાયેલા અનેક નેતાઓને ખઆસ રીતે સમ્માન આપશે,આ બાબતને લઈને વિતેલા દિવસને બુધવારે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે બુધવારે કહ્યું કે હિન્દુ ધર્મને સમર્પિત સ્મારક અને રામ જન્મભૂમિ આંદોલન સાથે સંકળાયેલા મહાન નેતાઓની યાદોને નજીકના ભવિષ્યમાં યાદ કરવામાં આવશે.

જો કે, આ નેતાઓનો ચોક્કસ નામ તેમણે કહ્યા ન હતા, લતા મંગેશકર સ્મારકના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા સીએમ યોગીએ કહ્યું કે જે કોઈ પણ ‘રામ કાજ’માં યોગદાન આપશે, તેની યાદ અયોધ્યામાં જાળવવામાં આવશે.સીએમ યોગીએ કહ્યું કે આગામી એક વર્ષમાં અયોધ્યાના તમામ ચોકને સુંદર બનાવીને મહર્ષિ વશિષ્ઠ, રામાનુજાચાર્ય, ગોસ્વામી તુલસીદાસ વગેરેના નામ પર રાખવામાં આવશે.

વધુમાં  તેમણે અમે પણ  કહ્યું કે શ્રી રામજન્મભૂમિ ચળવળમાં સામેલ મહાપુરુષોના નામે અયોધ્યાના ચાર રસ્તાઓને નામ આપવામાં આવશે. ‘રામ નામ’ની ધૂનથી રામભક્તોના મનને જાગૃત કરનાર સ્વર કોકિલા લતા મંગેશકરની યાદો હવે રામનગરી અયોધ્યા સાથે કાયમ માટે જોડાયેલી છે. અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પાસે આવેલ નયાઘાટ ચોક હવે ‘લતા મંગેશકર ચોક’ તરીકે ઓળખાશે. આ રીતે હવે રામમંદિર સાથે જોડાયેલા નેતાઓને પણ સમ્માન અપાશે અયોધ્યાના ચાર રસ્તાઓ ના નામ તેઓના નામે રખાશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code