1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ-કાશ્મીર: ઉધમપુરમાં પાર્ક કરેલી બસમાં બ્લાસ્ટ,બે લોકો ઘાયલ
જમ્મુ-કાશ્મીર: ઉધમપુરમાં પાર્ક કરેલી બસમાં બ્લાસ્ટ,બે લોકો ઘાયલ

જમ્મુ-કાશ્મીર: ઉધમપુરમાં પાર્ક કરેલી બસમાં બ્લાસ્ટ,બે લોકો ઘાયલ

0
Social Share
  • પાર્ક કરેલી બસમાં બ્લાસ્ટ
  • અકસ્માતમાં બે લોકો ઘાયલ
  • 8 કલાકમાં આ બીજો બ્લાસ્ટ

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં બસમાં વિસ્ફોટ થયો હતો.જૂના બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલી બસમાં સવારે 6 વાગ્યે રહસ્યમય વિસ્ફોટ થયો હતો.ઉધમપુરમાં 8 કલાકમાં આ બીજો બ્લાસ્ટ છે. આ પહેલા રાત્રે 10.45 કલાકે ડોમેલ ચોક પાસે બસમાં વિસ્ફોટ થયો હતો.આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા હતા.

એડીજીપી જમ્મુ મુકેશ સિંહે જણાવ્યું કે,ઉધમપુરના જૂના બસ સ્ટેન્ડ પાસે સવારે 6 વાગે વિસ્ફોટ થયો હતો.આ અકસ્માતમાં બસને ભારે નુકસાન થયું હતું.જોકે, કોઈને ઈજા થઈ નથી.આ વિસ્ફોટ શાના કારણે થયો તે હજુ સુધી જાણી શકાયું નથી.જમ્મુ-કાશ્મીર પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પહેલા બુધવારે રાત્રે 10:30 વાગ્યે ડોમેલ ચોક ખાતે પેટ્રોલ પંપ પાસે ઉભેલી બસમાં વિસ્ફોટ થયો હતો. બસમાં ગુરુવારે સવારે જેવો જ વિસ્ફોટ થયો હતો. બંને અકસ્માત સ્થળ વચ્ચે ચાર કિમીનું અંતર છે. ડોમેલ ચોકમાં અકસ્માતમાં બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. પોલીસ આ અકસ્માતની તપાસ કરી રહી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code