
- યોગી સરકારનો મોટો નિર્ણય
- ફેસ માસ્ક લગાવવું ફરજિયાત કર્યું
- ગાઝિયાબાદ, નોઈડા અને લખનઉમાં કર્યું ફરજિયાત
લખનઉ:ગીચ વસ્તીવાળા રાજ્ય ઉત્તર પ્રદેશમાં કોરોના રસીકરણના જંગી ઝુંબેશને કારણે કોવિડ-19 સંક્રમણનો ફેલાવો ઘણો ઓછો છે, પરંતુ તેમ છતાં, સરકારે સંક્રમણવાળા જિલ્લામાં સાર્વજનિક સ્થળો પર ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે ટીમ-09ની બેઠકમાં કહ્યું કે,રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 31 કરોડ 85 લાખ ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે 11 કરોડ 23 લાખથી વધુ કોવિડ ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે.
18 વર્ષથી વધુ ઉંમરની સમગ્ર વસ્તીએ રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મેળવ્યો છે, જ્યારે 89.86 ટકા પુખ્ત વયના લોકોએ બંને ડોઝ મેળવ્યા છે.15 થી 17 વય જૂથમાં 95.85 ટકાથી વધુ કિશોરોએ પ્રથમ ડોઝ મેળવ્યો છે અને 69.80 ટકા કિશોરોએ બંને મેળવ્યા છે.12 થી 14 વર્ષની વયજૂથના 70 ટકાથી વધુ બાળકોને રસી મળી ગઈ છે અને તેમને બીજો ડોઝ પણ આપવાનું શરૂ થઈ ગયું છે. તેમણે કહ્યું કે ટ્રેક, ટેસ્ટ, ટ્રીટ અને વેક્સીનની નીતિના સફળ અમલીકરણ સાથે ઉત્તર પ્રદેશમાં કોવિડનું અસરકારક નિયંત્રણ જાળવી રાખવામાં આવ્યું છે. હાલમાં રાજ્યમાં કુલ 1432 સક્રિય કેસ છે. જેમાં 1374 લોકોને ઘરે બેઠા સ્વાસ્થ્ય લાભ મળી રહ્યો છે.
7 મેના રોજ રાજ્યમાં 2000 થી વધુ સક્રિય કેસ હતા.સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ સાવચેતી જરૂરી છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં 179 નવા કેસની પુષ્ટિ થઈ છે, જેમાં ગૌતમ બુદ્ધ નગરમાં 56, ગાઝિયાબાદમાં 37, લખનઉમાં 21 સામેલ છે આ જ સમયગાળા દરમિયાન,231 લોકો સ્વસ્થ પણ થયા છે. જે જિલ્લાઓમાં કેસ વધુ છે ત્યાં જાહેર સ્થળોએ ફેસ માસ્ક લગાવવું ફરજિયાત છે.