Site icon Revoi.in

સાપ સાથે ગીતનું શૂટીંગ કરવા મામલે યુટ્યુબર એલ્વિશ યાદવ અને સિંગર ફાજિલપુરિયાની મુશ્કેલી વધી

Social Share

નવી દિલ્હીઃ યુટ્યુબર એલ્વિશ યાદવ અને પંજાબી સિંગર ફાજિલપુરિયાની સામે સાપ સાથે શૂટીંગ કરવામાં કેસમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. ડીએ ગુરૂગ્રામ સ્થિત પીએમએલએની વિશેષ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં ચંદીગઢની કંપની સ્કાઈ ડિજીટલને પણ આરોપી બનાવવામાં આવી છે.

ઈડીની તપાસમાં ખુલાસો થયો હતો કે, ફાજિલપુરિયાના ગીત 32 બોરથી 52 લાખની આવક થઈ હતી. આ રકમથી બિજનોરમાં એક એકર જમીન 50 લાખમાં ખરીદવામાં આવી હતી. એલ્વિશ અને ફાજિલપુરિયાના બેંક ખાતામાં 3 લાખ જ્યારે સ્કાઈ ડિજીટલ કંપનીના ખાતામાં રૂ. 2 લાખ જપ્ત કરવામાં આવ્યાં છે. આમ ઈડી દ્વારા રૂ. 55 લાખની મિલ્કત જપ્ત કરવામાં આવી છે.

આ પ્રકરણ પહેલા કોબરા કાંડ મામલે પણ એલ્પિશ યાદવ પર નોઈડામાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ ગૌરવ ગુપ્તા નામના વ્યક્તિએ દાખલ કરાવ્યો હતો. આમામલે તેમના ભાઈ સૌરભ ગુપ્તા સાક્ષી પણ છે. બંને ભાઈઓએ બાદ એલ્વિશના સમર્થકો ઉપર ધમકીનો આરોપ લગાવ્યો હતો. એલ્વિશ અને અન્ય લોકોની સાથે એક પાર્ટીમાં સાપના ઝેરનો નશા તરીકે ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો. રેલ પાર્ટીના કેસમાં ગત વર્ષે એલ્વિશ યાદવની નોઈડા પોલીસે ધરપકડ કરી હતી. જે બાદ એલ્વિશ સતત ચર્ચાના કેન્દ્રમાં રહ્યો હતો. મોટાભાગની ઘટનામાં નકારાત્મક કારણોસર જ એલ્વિશ ચર્ચામાં રહ્યો છે.