1. Home
  2. ગુજરાતી
  3. રાષ્ટ્રકલ્યાણના તપસ્વી લક્ષ્મણરાવ માધવરાવ ઇનામદાર “વકીલ સાહેબ”નો માં ભારતી સાથેનો ઋણાનુબંધ એટલે….!! “સેતુબંધ” : લેખક શ્રી રાજાભાઈ નેને , નરેન્દ્ર મોદી
રાષ્ટ્રકલ્યાણના તપસ્વી લક્ષ્મણરાવ માધવરાવ ઇનામદાર “વકીલ સાહેબ”નો માં ભારતી સાથેનો ઋણાનુબંધ એટલે….!! “સેતુબંધ” : લેખક શ્રી રાજાભાઈ નેને , નરેન્દ્ર મોદી

રાષ્ટ્રકલ્યાણના તપસ્વી લક્ષ્મણરાવ માધવરાવ ઇનામદાર “વકીલ સાહેબ”નો માં ભારતી સાથેનો ઋણાનુબંધ એટલે….!! “સેતુબંધ” : લેખક શ્રી રાજાભાઈ નેને , નરેન્દ્ર મોદી

0
Social Share
~ પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા
પુસ્તક:  “સેતુબંઘ” 
લેખકશ્રી: રાજાભાઈ નેને , નરેન્દ્ર મોદી
પ્રકાશન: પ્રવીણ પ્રકાશન રાજકોટ
આપણો દેશ આજે વિશ્વફલક પર અનેક સદકાર્યો માટે ઝળહળે છે આજે દેશની જે પણ શ્રેષ્ઠ પરિસ્થિતિ છે ! દેશને એક અને શ્રેષ્ઠ બનાવવા માટે અનેક રાષ્ટ્રતપસ્વીઓનું મહામૂલું તપ છે અને એનું જ ફળ આપણે સૌ આજે આનંદસહ ભોગવી રહ્યા છે ! આજે એવા જ એક રાષ્ટ્રતપસ્વીના સદગુણોમાં એમના વિરાટ વ્યક્તિત્વ પર લખાયેલ પુસ્તકના માધ્યમથી એમના રાષ્ટ્રપ્રેમ સભર સદગુણોની શબ્દવંદના કરવી છે ! પુસ્તકનું નામ છે “સેતુબંધ” હૃદય નો હૃદય સાથે સેતુ કરવો એ કપરું કામ છે એમાં  શ્રદ્ધા જોઈએ જ ! એનાથી વિશેષ કપરું કામ છે સમગ્ર રાષ્ટ્રના હિંદ હૃદયોને જોડી ને એમની વચ્ચે રાષ્ટ્રપ્રેમ ભરીને એક “સેતુ” પ્રસ્થાપિત કરવો ! અને ત્યાં સર્જાય છે આ “સેતુબંધ” લેખક શ્રી રાજાભાઈ નેને અને નરેન્દ્ર મોદી એ આવનારી અનેક પેઢીઓને પોતાનું યથાર્થ જીવનચરિત્ર બનાવવા માટે અત્યંત ઉપયોગી નીવડે એવા આ દીર્ઘદ્રષ્ટિ સભર વિરલ કાર્ય માટે નતમસ્તક વંદન કરું છું ! “સેતુબંધ” એ જેમણે પોતાનું સર્વસ્વ રાષ્ટ્રાર્પણમ કર્યું રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના અને સ્વયંસેવકોના હૈયે સદાય વસેલા કર્મનિષ્ઠ “વકીલ સાહેબ” એટલે કે લક્ષ્મણરાવ માધવરાવ ઇનામદાર ની જીવતી જાગતી શબ્દચેતના છે એ વાંચીએ એટલે અનુભવાય અને એમના પ્રત્યે પરમ આદરાંજલી “સેતુબંધ” ના માધ્યમથી લેખકશ્રીઓ એ આપણાં હિંદરાષ્ટ્રને અર્પણ કરી છે.આ પુસ્તકનું નવસંસ્કરણ ૨૦૧૬ ની સાલમાં થયું ! હું એવું સ્પષ્ટ માનું છું કે આજે સ્વાર્થવૃત્તિ માં અંધ બનેલો માણસ માણસથી અળગો થતો જાય છે આવી  વિકટ પરિસ્થિતિમાં સમગ્ર માનવ સમાજને એક કરીને એમનામાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અધિકારીઓ સ્વયંસેવકો દ્વારા રાષ્ટ્રસંસ્કારનું સિંચન કરવું રાષ્ટ્રસેવાની પરાકાષ્ઠા ના સદ્દગુણો નું નિર્માણ કરવી એ મહામૂલું , ભગીરથ અને પરમ વંદનીય કાર્ય છે. સેતુબંધ નું મુખપૃષ્ઠ પૂજ્ય વકીલ સાહેબ ના સુંદર મજાની સ્મૃતિ અને એના બેકગ્રાઉન્ડમાં અનેક સ્વયંશિસ્ત બદ્ધ સુખાસનમાં બેઠેલાં સ્વયંસેવકોની સ્મૃતિ પણ મનને પ્રસન્ન કરશે ! પ્રવીણ પ્રકાશન રાજકોટ નું આ નોંધપાત્ર અને સુંદર કાર્ય છે ! પાના ફેરવશો એમ એમ રાષ્ટ્રપ્રેમ વધશે પહેલાં પાને જ પરમ પૂજ્ય ગુરુજી શ્રી માધવરાવ સદાશિવ ગોળવેલકર જીની દિવ્ય સ્મૃતિ સહિતની શબ્દચેતના  “राष्ट्राय स्वाहा, इदं राष्ट्राय इदं न मम” “સર્વસ્વ રાષ્ટ્રને સમર્પિત. આ બધું રાષ્ટ્રનું જ છે.મારૂં કંઈ જ નથી.” આપણા અંતરમનને રાષ્ટ્ર પ્રેમથી સંપૂર્ણ ભરશે. પુસ્તકની પ્રસ્તાવના આશીર્વાદ સહ સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પૂજ્ય પાંડુરંગશાસ્ત્રી આઠવલે એ લખી એમાં પૂજ્ય આઠવલેજી પણ એમ જણાવે છે કે “કઠોર સાધનાનો મૂર્તિમંત આવિષ્કાર એટલે વકીલ સાહેબ હતાં” અને વકીલ સાહેબ નાના મોટા સૌને પોતાના લાગતા હતા. પ્રસ્તાવના વાંચ્યા બાદ પુસ્તક આપણાં “મનવિજય” કરવા માટે પ્રેરે છે એક અદભૂત વિચાર આપણા માં આત્મસાત થશે કેવો !? આવો જોઈએ
“મનનું તો ખરાબ સંગતે ચડેલા છોકરા જેવું છે. જ્યાં સુધી કુસંગત રહે ત્યાં સુધી તે સુધરવાની આશા નહીં તેમજ મનમાં ખરાબ વિચારો આવે ત્યાં સુધી મનને વશમાં રાખવું કઠણ છે, માટે તેને નિત્ય, નિયમિત રીતે સારા કાર્યોમાં અને ઈશ્વરચિંતનમાં પરોવીને ખરાબ વિચારથી બચાવવું આવશ્યક હોય છે..!!” ત્યારબાદ લેખકશ્રી નરેન્દ્ર મોદીજી ના “અંતરના ઉદ્દગાર” આખું પુસ્તક વાંચવા ભરપૂર પ્રેરણા આપશે. રાજાભાઈ નેને અને નરેન્દ્ર મોદી દ્વારા લિખિત હૃદયગત પણ પુસ્તકમાં ઝડપભેર આગળ વધવા પ્રેરશે…પાને પાને  હકાર માત્ર અનુભવશો એક સુંદર વાત ઉડીને આંખે વળગે એવી છે !
“નિયમમાં વ્યતિક્રમ કરવો નહીં, એકાદ નાનો નિયમ પણ જો એનું નિયમિતપણે પાલન કરવામાં આવે તો મહાન નિયમો કરતાં પણ સાધકને વધુ મદદરૂપ નીવડે છે.અનુક્રમમાં એટલા સુંદર ,જીવંત અને રસપ્રદ પ્રકરણો આપ્યા છે જેમાં વકીલ સાહેબના ઉત્તમોત્તમ ગુણો અનુભવાશે જેમ કે  વડલાના બીજ ,બીજનો વિસ્તાર , દીવે દીવા પ્રગટ્યા ….સ્ફૂર્તિ કેન્દ્ર, પુરુષાર્થી કાર્યકર્તા, શબ્દ નહીં કૃતિ, તપસ્વી ગયા, તપ રહ્યું ! જેવા લેખોથી વકીલ સાહેબનું પવિત્ર અને રાષ્ટ્ર સમર્પિત વ્યક્તિત્વ શબ્દ સ્વરૂપે જીવંત થશે ખાસ દરેક લેખોમાં જે લખાયું છે એ લેખોને અનુરૂપ વકીલ સાહેબની ક્યાંક ક્યાંક બોલકી તસ્વીરો સ્વરૂપે પણ જીવંત થશે ! આજીવન રાષ્ટ્રસેવામાં સમર્પિત રહીને જીવનને કેવું રાષ્ટ્રોપયોગી બનાવી શકાય એ એકદમ સહજ સ્વરૂપે પ્રસંગો સહિત સમજાવ્યું છે લેખકશ્રી લખે છે કે વકીલ સાહેબનું વ્યક્તિત્વ,
“ડીગો ન અપને પ્રણ સે તો ફિર,
સબકુછ પા સકતે હો પ્યારે !
તુમ ભી ઊંચે બન સકતે હો,
છૂ સકતે હો નભ કે તારે !”
જેવી સુંદર શાબ્દિક અભિવ્યક્તિઓ અનુભવવા મળશે આ પુસ્તકના માર્ગદર્શનમાં આવનારા સમયમાં રાષ્ટ્ર સમર્પિત શ્રેષ્ઠ યુવારત્નોનું નિર્માણ કરવાનું સામર્થ્ય છે! અને પુસ્તકના અંતમાં વકીલ સાહેબનાં જ શબ્દોમાં સંઘ દર્શન કરવાનો લ્હાવો મળશે એમાં  જેવો સમાજ તેવો દેશ, આપણી શાખા ,પુરુષાર્થી કાર્યકર્તા , હિંદુ શક્તિનું જાગરણ, શબ્દ નહીં કૃતિ જેવા વિષયો પર આત્મઉત્થાન અને  ચરિત્ર નિર્માણના પ્રસંગોથી વાચકના જીવનમાં અપાર ઉર્જા સહ આનંદ અનુભવાશે અને શુભત્વ આત્મસાત થશે એની શ્રદ્ધા સાથે સૌનું શુભોત્તમ હો !

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code