Site icon Revoi.in

ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટનગરમાં ભીષણ આગ લાગતા 10 ટ્રક બળીને ખાક

Social Share

ગાંધીધામ, 5 જુન, 2026 : 10 trucks gutted in massive fire at Transport Nagar જિલ્લામાં અસહ્ય ગરમીને લીધે આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગાંધીધામના ટ્રાન્સપોર્ટનગરમાં આગ લાગવાનો વધુ એક બનાવ બન્યો હતો. આ આગમાં 10 જેટલી ટ્રક બળીને ખાક થઈ ગઈ હતી. એક પછી એક ટ્રકોમાં આગ લાગતાં બ્લાસ્ટ થતા નાસભાગ પણ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા ફાયર ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ 4 કલાક સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનો કારણ હજુ જાણવા મળ્યુ નથી.

આ બનાવની વિગત એવી છે કે,  કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામ શહેરમાં ગત મોડી રાત્રે ટ્રાન્સપોર્ટ નગરમાં ભીષણ આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 10 જેટલા ટ્રક આગની ચપેટમાં આવ્યા હતા. ટ્રકો સંપૂર્ણ પણે બળીને ખાક થયા હતા. આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા. એક પછી એક ટ્રકોમાં આગ લાગતાં બ્લાસ્ટ થતા નાસભાગ પણ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા ફાયર ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ગાંધીધામ મ્યુનિના ડેપ્યુટી કમિશનર, મામલતદાર, મ્યુનિના કોર્પોરેટરો તથા અન્ય અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આગના કારણે ભારે આર્થિક નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

ગાંધીધામના ટ્રાન્સપોર્ટ નગરમાં મોડી રાત્રે લાગેલી આગના બનાવમાં ગાંધીધામ મ્યુનિ. કોર્પોરેશનની  ફાયર ટીમે 3થી 4 કલાક બાદ આગ પર પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનો કારણ હજુ પણ અકબંધ છે. આગને કારણે 10થી વધુ ટ્રકો બળીને ખાક થયા હતા. અંદાજે કરોડોનો નુકસાન પહોંચ્યું હતું.

Exit mobile version