1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં કોરોનાના 10,019 કેસ નોંધાયા, અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 3090 કેસ, બેના મોત
ગુજરાતમાં કોરોનાના 10,019  કેસ નોંધાયા, અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 3090 કેસ, બેના મોત

ગુજરાતમાં કોરોનાના 10,019 કેસ નોંધાયા, અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 3090 કેસ, બેના મોત

0

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજબરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે શુક્રવારો રાજ્યમાં કોરોનાના 10,019  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 3090 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં વલસાડ અને નવસારીમાં એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે.  સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. રાજ્યમાં  નોંધાતા કોરોનાના કેસોના પોઝિટિવિટી રેટમાં અમદાવાદ અને સુરત બાદ વડોદરા આવે છે, રાજ્યમાં આજે સાંજના 5 વાગ્યા સુધીમાં 38,446  લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,44,83,364 લોકો વેક્સિનેશન થયેલા છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 92.73 છે.

રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે. ગઈકાલે ગુરૂવારે રાજ્યમાં કોરોનાના 11,176  કેસ નોંધાયા હતા. આજે શુક્રવારે 10,019 કેસ નોંધાતા 1,157  કેસનો ઘટાડો થયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં ગઈકાલે ગુરૂવારે 3,754 કેસ નોંધાયા હતા. જ્યારે આજે બુધવારે 3090 કેસ નોંધાતા 664 કેસનો ઘટાડો થયો છે.  રાજ્યમાં આજે 4,831 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ 55798 છે.જેમાં વેન્ટીલેટર પર 54 દર્દીઓ છે. જ્યારે સ્ટેબલ દર્દીઓ 55744 છે,

રાજ્યભરમાં આજે લોકોએ કોરોનાની પરવા કર્યા વિના મકરસંક્રાંતિનું પર્વ ભારે ઉલ્લાસથી ઊજવ્યું હતું. મુખ્યમંત્રીએ પણ પતંગ ચગાવીને ઉત્તરાણની મજા માણી હતી.

ગુજરાતમાં કોરોનાના આજે 10,019 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 3090    કેસ, સુરત શહેરમાં 2986 કેસ, વડોદરા શહેરમાં 1274  કેસ, આણંદમાં 65  કેસ, કચ્છમાં 101 કેસ, રાજકોટ શહેરમાં 296 કેસ, ખેડામાં 69, કેસ  ભરૂચમાં 118  કેસ, અમદાવાદ જિલ્લામાં 74 કેસ, ગાંધીનગર શહેરમાં 142  કેસ, અને જિલ્લામાં 38,રાજકોટ જિલ્લામાં 77 કેસ, ભાવનગર શહેરમાં 225 કેસ અને જિલ્લામાં 30 કેસ, જામનગર શહેરમાં 79 કેસ, તેમજ સાબરકાંઠામાં 70 અને બનાસકાંઠામાં 37 કેસ નોંધાયા હતા. કોરોનાને લીધે આજે બેના મોત નિપજ્યા હતા.જેમાં નવસારી અને વલસાડમાં એક-એકનો સમાવેશ થાય છે. બોટાદમાં આજે એકપણ કેસ નોધાયો નહતો.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.