1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના તમામ નાના-મોટા ડેમો ભરી શકાય તેટલું નર્મદાનું 11.7 મિલિયન એકર ફિટ પાણી મળશે
ગુજરાતના તમામ નાના-મોટા ડેમો ભરી શકાય તેટલું નર્મદાનું 11.7 મિલિયન એકર ફિટ પાણી મળશે

ગુજરાતના તમામ નાના-મોટા ડેમો ભરી શકાય તેટલું નર્મદાનું 11.7 મિલિયન એકર ફિટ પાણી મળશે

0
Social Share

અમદાવાદઃ સરદાર સરોવર નર્મદા યોજના સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી ગણાય છે. નર્મદા યોજનાનું પીવાનું પાણી ગામેગામ પહોંચી ગયું છે. તેથી ઉનાળા દરમિયાન લોકોને મુશ્કેલી પડતી નથી. તેમજ સૌની યોજના હેઠળ ડેમો અમે તળાવો ભરવામાં આવી રહ્યા છે. એટલે તેના દ્વારા પણ સિંચાઈનું પાણી આપવામાં આવી રહ્યું છે. નર્મદાના પાણી તો છેક કચ્છ સુધી પહોંચ્યા છે. તેથી કચ્છ પણ નંદનવન બની ગયું છે. હવે આ વખતે પણ નર્મદામાંથી ગુજરાતને 11.7 મિલિયન એકર ફિટ પાણી આપવામાં આવશે. સૌ પ્રથમ પાણીનો મોટો જથ્થો ફાળવાયો છે. તેનાથી તો રાજ્યના નાના-મોટા તમામ ડેમો, તળાવો ભરી શકાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની ભોપાલ બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. નર્મદા ડેમમાંથી ગુજરાતને ચાલુ વર્ષે 11.7  MAF પાણી આપવાનો નિર્ણય થોડા દિવસ અગાઉ ભોપાલ ખાતે નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની મળેલી બેઠકમાં લેવાયો હતો.   ગુજરાત માટે અભૂતપૂર્વ નિર્ણય છે. નર્મદા ડેમમાંથી અત્યાર સુધી ગુજરાતના ભાગે 9 મિલિયન એકર ફીટ (MAF) પાણી અપાતું હતું. તેના બદલે ચાલુ વર્ષે  11.7 MAF પાણી આપવાનો નિર્ણય કરાયો છે. જેના લીધે ગુજરાતને આ વખતે ચોમાસા સુધી પાણીની કોઇ તકલીફ નહીં પડે. નમદા ડેમની ઉંચાઈ વધારાયા બાદ ગુજરાતને પ્રથમ વખત આટલી મોટી જળરાશિ મળવા જઈ રહી છે. સરકાર 80 ડેમ 150 તળાવ, 900થી વધુ ચેકડેમ નર્મદાના પાણીથી ભરી શકશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતને નર્મદામાથી 11.7  MAF પાણી મળશે, તેનો સીધો લાભ લગભગ સમગ્ર રાજ્યને થશે. નર્મદા ડેમમાંથી સૌની યોજના અને અન્ય યોજના હેઠળ 80 જેટલા મોટા ડેમ ભરવામાં આવે છે તે ચોમાસા સુધી ભરવામાં આવશે. આ ઉપરાંત નર્મદાના પાણીથી ભરવામાં આવતા 150 જેટલા તળાવો પણ ભરવાનું ચાલુ રખાશે અને 900 જેટલા ચેકડેમ પણ નર્મદાના નીરથી નવપલ્લવિત થશે. ડેમની ઊંચાઈ વધાર્યા બાદ ગુજરાતને પ્રથમવાર આ પાણી મળવાનું છે. અત્યાર સુધી મળતા પાણીથી 25 ટકાથી વધારે પાણી મળતાં ગુજરાતના ખેડૂતોને સૌથી વધારે ફાયદો થશે. ઉનાળામાં  સિંચાઈ માટે જે પાણી અપાતું હતું એમાં હવે વધારો કરાશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ચોમાસા પહેલાં ચેકડેમો, કૂવાઓ અને તળાવો ખાલીખમ થઈ જતાં હોવાથી રાજ્યમાં પાણીની બુમરાણ પડતી હોય છે. રાજ્યમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સમસ્યા સર્જાતી હોય છે. હવે પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે.  ખેડૂતોને ઉનાળુ પિયત માટે પણ પાણી મળી રહેશે. ગુજરાતને જળસંકટથી મુક્તિ મળશે અને પાણીથી લીલાલહેર થશે.  રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યો વચ્ચે જળરાશિની વહેંચણી સહિતના મુદ્દે બનેલી નર્મદા કન્ટ્રોલ ઓથોરિટી દર વર્ષે નક્કી કરતી હોય છે. કે ક્યા રાજ્યને કેટલું પાણી મળશે. થોડા દિવસ પૂર્વે ભોપાલ ખાતે આ ઓથોરિટીની બેઠક મળી હતી. જેમાં નર્મદા ડેમમાં જળરાશિની આવકને ધ્યાને લઈ ગુજરાતને આ વખતે 9 MAFના બદલે  11.7 MAF પાણી આપવાનું નક્કી કરાયું છે. આ પાણીનો જથ્થો ગુજરાતને મળતાં ગુજરાતને બખ્ખાં થઈ જશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code