Site icon Revoi.in

રાજકોટમાં મધરાતે યસ બેન્કમાં આગ લાગતા 12 કોમ્પ્યુટર-પ્રિન્ટર, ફર્નિચર બળીને ખાક

Social Share

રાજકોટ, 3 ફેબ્રુઆરી 2026: શહેરના રેસકોર્સ રિંગ રોડ પર આવેલી યસ બેંકમાં ગત રાતે 11.35 વાગ્યા આસપાસ ભીષણ આગ ફાટી નિકળી હતી. આ બનાવની જાણ થતાં ફાયર ફાયટરો દોડી આવ્યા હતા. અને 3 ફાયર ફાઈટરની મદદથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગને કારણે યસ બેન્કને સારૂએવું નુકસાન થયુ છે.

આ બનાવની વિગત એવી છે કે, રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર આવેલી યસ બેંકમાં ગત રાતે 11.35 વાગ્યા આસપાસ ભીષણ આગ ફાટી નિકળી હતી. આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આગના બનાવની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરનો કાફલો ત્રણ બંબા સાથે દોડી આવ્યો હતો. અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગને લીધે બેંકમાં રહેલું તમામ ફર્નિચર, 12 જેટલા કોમ્પ્યુટર અને પ્રિન્ટર બળીને ખાક થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. જોકે, કેશની તિજોરી સ્ટીલની હોવાથી સદનસીબે તેમાં કોઈ નુકસાન થયું નથી. તેમજ આ બ્રાન્ચમાં લોકર પણ નહીં હોવાથી મોટી નુકસાની ટળી છે. પ્રાથમિક તપાસમાં શોટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું કહેવાય છે. જોકે, હાલ પોલીસ અને ફાયરની ટીમો દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે.

ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યુ હતું કે, રાજકોટ શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે બિલ્ડિંગના પહેલા માળે આવેલ યસ બેંકમાં 2 ફેબ્રુઆરીની રાતે 11.35 વાગ્યા આસપાસ આગ લાગી હતી. જે બાદ ધીમે-ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગવાના કારણે વધુ ગરમ થવાથી બેંકની બારીના કાચ તૂટી ગયા હતા. આગ લાગવાની જાણ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવતા પોલીસ ટ્રાફિક ક્લિયર કરાવતા ત્રણ જેટલા ફાયર ફાઈટરની મદદથી આગ પર પાણીં મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જો કે થોડી મિનિટો બાદ ફરી આગ શરૂ થતા બાદમાં કટરની મદદથી બેંકનું શટર લોક તોડી બેંકમાં અંદર પ્રવેશ કરી અંદરની બાજુથી પણ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગ લાગવાના કારણે બેંકનું તમામ ફર્નિચર, 12 જેટલા કોમ્પ્યુટર અને પ્રિન્ટર બળીને ખાખ થઈ ગયાં છે.

 

Exit mobile version