1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છમાં ફરીથી ભૂકંપનો આંચકોઃ 3.7ની તીવ્રતા નોંધાઈ
કચ્છમાં ફરીથી ભૂકંપનો આંચકોઃ 3.7ની તીવ્રતા નોંધાઈ

કચ્છમાં ફરીથી ભૂકંપનો આંચકોઃ 3.7ની તીવ્રતા નોંધાઈ

0

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂકંપના આંચકા બાદ અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા અનુભવાય છે. કચ્છના પેટાળમાં ફોલ્ટ લાઈન સક્રીય થઈ હોવાથી ભૂકંપના આંચકા આવતા હોવાનું તજજ્ઞો માની રહ્યાં છે. દરમિયાન આજે સવારે કચ્છના વાગડમાં ધરા ધણધણતા લોકોમાં ભય ફેલાયો હતો. તેમજ લોકો દોડીને ઘરની બહાર દોડી ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના વાગડ પંથકમાં આજે વહેલી સવારે લગભગ 4.22 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ વાડગના રાયરથી માત્ર 13 કિમી દૂર નોંધાયું હતું. જેની તીવ્રતા રિકટર સ્કેલ પર 3.7ની નોંધાઇ હતી. વહેલી સવારે આવેલા ભૂકંપના આંચકાથી લોકો જાગી ગયા હતા અને ઘરની બહાર દોડી ગયા હતા. ભૂકંપના આ આચંકામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

વાગડ ફોલ્ટ લાઈન પર 2001ના મહા ભૂંકપ બાદ સમયાંતરે આફ્ટરશોક આવતા રહે છે. પરંતુ છેલ્લા થોડા મહિનાઓમાં તેની ગતિ વધી ગઈ છે અને સતત આફ્ટરશોક આવી રહ્યા છે. જોકે તે ભયજનક ના હોવાનું ભૂસ્તરશાસ્ત્રીઓ કહેતા આવ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.