અમદાવાદ મ્યુનિ.ની માલિકીના પાર્ટી પ્લોટ્સ, અને હોલના ભાડાની એક વર્ષની 30 કરોડની આવક
અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પાર્ટીપ્લોટ અને હોલ દરેક વિસ્તારોમાં બનાવવામાં આવ્યા છે. અને નાગરિકો નાના-મોટા પ્રસંગોમાં પાર્ટી પ્લોટ્સ કે હોલ ભાડે મેળવતા હોય છે. શહેરમાં આવેલા 60થી વધુ પાર્ટીપ્લોટ અને હોલનો છેલ્લા એક વર્ષમાં શહેરીજનોએ ખૂબ જ ઉપયોગ લોકોએ કર્યો છે. જેનાથી મ્યુનિ. કોર્પોરેશનને 30 કરોડ જેટલી આવક થઈ છે. જોકે, મ્યુનિ. કોર્પોરેશનના કેટલાક પ્લોટ્સ છેલ્લા એક વર્ષમાં માત્ર 10 કે 15 દિવસ જ ઉપયોગમાં લેવાયા છે. જેમાં એસજી હાઇવે પર રાજપથ ક્લબ પાસે આવેલા પંડિત દિનદયાલ ઉપાધ્યાય હોલ, નારણપુરાનો ડી.કે પટેલ હોલ, પાલડીમાં આવેલો ટાગોર હોલનો સૌથી વધારે વપરાશ થયો છે. જ્યારે જે.પી. પ્લોટ સહિત કેટલાક હોલના સૌથી ઓછા બુકિંગ થયા છે. તેનો ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દ્વારા અધિકારીઓ પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો. શહેરીજનો પોતાના નાના-મોટા પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટનો વધુ ઉપયોગ કરતા હોય તો શા માટે કેટલાક પાર્ટી પ્લોટો કે હોલનો ઓછા વપરાયા થયો છે. આમ પાર્ટી પ્લોટ્સ કે હોલના બુકિંગને લઇ અધિકારીઓ પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે.
મ્યુનિ.ના ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પાર્ટી પ્લોટ અને હોલ આવેલા છે આ તમામ પાર્ટી પ્લોટ અને હોલમાં લોકો મેરેજ ફંક્શન બર્થ ડે ઊજવણી વગેરે આયોજન કરતા હોય છે, તેના માટે લોકો દ્વારા છ મહિના પહેલાં એડવાન્સ બુકિંગ કરાવવામાં આવતું હોય છે. છેલ્લા એક વર્ષમાં પાર્ટી પ્લોટ અને હોલનું બુકિંગ વધ્યું છે, પરંતુ શહેરમાં કેટલાક એવા પાર્ટી પ્લોટ અને હોલ છે. જેનું માત્ર 10 કે 15 દિવસ પૂરતું જ બુકિંગ થયું છે. જેને લઈ અને અધિકારીઓ પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે કે, આ પાર્ટી પ્લોટ અને હોલમાં શા માટે બુકિંગ થતા નથી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પાર્ટી પ્લોટ અને હોલમાં તમામ પ્રકારની સુવિધાઓ અને સસ્તા ભાવે જ્યારે હોલ અને પાર્ટી પ્લોટ મળતા હોય છે, તો લોકો કેમ મ્યુનિ. કોર્પોરેશનના આ હોલ કે પાર્ટી પ્લોટનો ઉપયોગ કરતા નથી. તેને લઈને જવાબ માંગવામાં આવ્યો છે. છેલ્લા એક વર્ષમાં 30 કરોડ રૂપિયાની આવક થઈ છે. કેશવનગર કોમ્યુનિટી હોલનો છેલ્લા 6 મહિનામાં માત્ર 7 દિવસ જ ઉપયોગ થયો છે. જ્યારે એક વર્ષમાં વિવેકાનંદ સંસ્કૃતિ પાર્ટી પ્લોટનો માત્ર 9 દિવસ ઉપયોગ થયો હોવાનું જાણવા મળ્યું છે.