Site icon Revoi.in

આણંદના તારાપુર નજીક હાઈવે પર ટ્રક અને ટેમ્પા વચ્ચે અકસ્માતમાં 4ના મોત

Social Share

આણંદ, 11 મે 20264 killed in accident between truck and Tampa જિલ્લાના તારાપુર પાસે આવેલા ફતેપુરા ગામ નજીક હાઈવે પર આજે વહેલી સવારે રોડની સાઈડમાં ઉભેલી એક ટ્રક પાછળ કેરી ભરેલો ટેમ્પો ધડાકાભેર અથડાતા ટેમ્પોમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા, જ્યારે અન્ય પાંચ શ્રમિકો ગંભીર રીતે ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

આ બનાવની વિગત એવી છે કે, નેશનલ હાઈવે પર તારાપુર નજીક ફતેપુરા ગામ પાસે આજે સોમવારે વહેલી સવારે રોડ સાઈડ પર ઊભેલા ટ્રકની પાછળ ટેમ્પો ધડાકાભેર અથડાતા  ટેમ્પોમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. ટેમ્પામાં સવાર તમામ લોકો શ્રમિકો હોવાનું જાણવા મળ્યું છે, જેઓ મૂળ દાહોદ જિલ્લાના વતની હતા. આ દુર્ઘટના એટલી ભીષણ હતી કે ટેમ્પોનો આગળનો ભાગ પડીકું વળી ગયો હતો. મૃતકોમાં બે મહિલા અને એક નિર્દોષ બાળકનો પણ સમાવેશ થાય છે, જેના કારણે વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.

આ અકસ્માતનો અવાજ સાંભળતા જ આસપાસના લોકોના ટોળા મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ કેબિનમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પાંચ લોકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

Exit mobile version