1. Home
  2. ગુજરાતી
  3. ગણતંત્ર દિવસની પરેડમાં ભારતીય વાયુસેનાના 51 એરક્રાફ્ટ ભાગ લેશે
ગણતંત્ર દિવસની પરેડમાં ભારતીય વાયુસેનાના 51 એરક્રાફ્ટ ભાગ લેશે

ગણતંત્ર દિવસની પરેડમાં ભારતીય વાયુસેનાના 51 એરક્રાફ્ટ ભાગ લેશે

0
Social Share

નવી દિલ્હીઃ 26મી જાન્યુઆરીના ગણતંત્ર પર્વની ઉજવણીને લઈને હાલ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન આ વખતે ગણતંત્ર દિવસની પરેડમાં ભારતીય વાયુસેનાના એરક્રાફ્ટ આકાશમાં કરતબ બતાવશે. જેમાં તેજસ સહિતના અનેક એરક્રાફ્ટ પ્રથમવખત રિપબ્પલિક પરેડમાં ભાગ લેશે. ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર મનીષે ગણતંત્ર દિવસ પરેડને લઈને જણાવ્યું હતું કે, ગણતંત્ર દિવસની પરેડમાં કુલ 51 વિમાનો ભાગ લેશે. આ 51 એરક્રાફ્ટમાં 29 ફાઈટર એરક્રાફ્ટ, 8 ટ્રાન્સપોર્ટ અને 13 હેલિકોપ્ટરનો સમાવેશ કરાશે. આ વર્ષે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય અતિથિ હશે.

વિંગ કમાન્ડર મનીષે જણાવ્યું હતું કે, C-295 એરક્રાફ્ટ પહેલીવાર ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લેવા જઈ રહ્યું છે. આ પરેડમાં ભારતીય વાયુસેના ટેંગેલ એરડ્રોપ પણ દર્શાવશે. આ વિમાને 1971માં ભારતને પાકિસ્તાન પર જીત અપાવી હતી. આ સાથે એક ડાકોટા અને બે ડોર્નિયર એરક્રાફ્ટ ટેંગોલ ફોર્મેશનમાં ઉડાન ભરશે. એલસીએ તેજસ પણ પ્રથમ વખત રિપબ્લિક પરેડમાં ભાગ લેવા જઈ રહી છે. ગણતંત્ર દિવસની પરેડમાં મહિલા ફાઈટર પાઈલટને પણ સામેલ કરવામાં આવી છે. આ પરેડમાં 48 મહિલા અગ્નિવીર પણ ભાગ લઈ રહી છે. આ સાથે ઝાંખીમાં ભારતીય વાયુસેનાની પ્રતિકૃતિ પ્રદર્શિત કરવામાં આવશે. સ્ક્વોડ્રન લીડર રશ્મિ ઠાકુર પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતીય વાયુસેનાની કૂચ ટુકડીનું નેતૃત્વ કરશે. તેમની સાથે સ્ક્વોડ્રન લીડર સુમિતા યાદવ, સ્ક્વોડ્રન લીડર પ્રતિતિ આહલુવાલિયા અને ફ્લાઇટ લેફ્ટનન્ટ કીર્તિ રોહિલ પણ હશે. ફ્લાઇટ લેફ્ટનન્ટ સૃષ્ટિ વર્મા ટ્રાઇ-સર્વિસ ટુકડીના સુપરન્યુમરરી ઓફિસર તરીકે કૂચ કરશે.

આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં મેડ ઈન ઈન્ડિયા શસ્ત્રો આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હશે. પરેડ દરમિયાન એલસીએચ પ્રચંડ હેલિકોપ્ટર, પિનાકા મલ્ટી બેરલ રોકેટ લોન્ચર અને એન્ટી ટેન્ક મિસાઈલ નાગ જેવા સ્વદેશી હથિયારો પ્રદર્શિત કરવામાં આવશે. ભારતમાં નિર્મિત શસ્ત્રો જેવા કે T-90 ટેન્ક, BMP-2 પાયદળ લડાયક વાહન, ડ્રોન જામર, અદ્યતન ઓલ-ટેરેન બ્રિજ, સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો અને મલ્ટી-ફંક્શન રડાર વગેરેનું પણ પ્રદર્શન કરવામાં આવશે. લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરની સાથે, ભારતીય સેનાના એએલએચ ધ્રુવ હેલિકોપ્ટરનું એક વેપનાઇઝ્ડ વર્ઝન, જેને રુદ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને પણ પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત પિનાકા અને સ્વાતિ રડારને પણ ગણતંત્ર દિવસની પરેડમાં સામેલ કરવામાં આવ્યા છે. બંને ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code