1. Home
  2. ગુજરાતી
  3. ઓટો
  4. દિલ્હીમાં ઓટોરિક્ષા અને ટુ-વ્હીલર સહિત 54 લાખ જૂના વાહનોની નોંધણી રદ કરાઈ
દિલ્હીમાં ઓટોરિક્ષા અને ટુ-વ્હીલર સહિત 54 લાખ જૂના વાહનોની નોંધણી રદ કરાઈ

દિલ્હીમાં ઓટોરિક્ષા અને ટુ-વ્હીલર સહિત 54 લાખ જૂના વાહનોની નોંધણી રદ કરાઈ

0
Social Share

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીના પરિવહન વિભાગે શહેરમાં ઓટોરિક્ષા, કેબ અને ટુ-વ્હીલર સહિત 54 લાખથી વધુ જૂના વાહનોનું રજીસ્ટ્રેશન રદ કર્યું હોવાનું જાણવા મળે છે. સૌથી વધારે દક્ષિણ દિલ્હી ભાગ-1માં સૌથી વધારે વાહનો રદ કરવામાં આવ્યાં હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટના 2018ના ચુકાદા મુજબ દિલ્હીમાં 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ છે. આ આદેશનો ભંગ કરતા વાહનો જપ્ત કરવામાં આવશે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા 2014 ના અન્ય એક આદેશમાં જાહેર સ્થળોએ 15 વર્ષથી વધુ જૂના વાહનોના પાર્કિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો.

દક્ષિણ દિલ્હી ભાગ 1માંથી સૌથી વધુ વાહનોની નોંધણી રદ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા કુલ 9,285 થ્રી-વ્હીલર અને 25,167 કેબને બંધ કરી દેવામાં આવ્યાં છે. મોલ રોડ ઝોનમાંથી 2,90,127 વાહનો, આઈપી ડેપોમાંથી 3,27,034 વાહનો, દક્ષિણ દિલ્હી ભાગ 1માંથી 9,99,999 વાહનો અને દક્ષિણ દિલ્હી ભાગ 2માંથી 1,69,784 વાહનોનું ડી-રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.

જનકપુરીથી 7,06,921 વાહનો, લોનીથી 4,35,408 વાહનો, સરાય કાલે ખાનથી 4,96,086 વાહનો, મયુર વિહારથી 2,99,788 વાહનો, વજીરપુરથી 1,65,048 વાહનો, 3,04,677 વાહનો, બુરકારીથી 3,04,677 વાહનો, રાજા ગાર્ડનમાંથી 1,95,626 વાહનોનું અને રોહિણી વિસ્તારમાંથી 6,56,201 વાહનોનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં પ્રદુષણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઈ-વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, તેમજ જુના વાહનોને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યાં છે. સરકાર દ્વારા ઈ-વાહનની ખરીદી ઉપર સબસિટી સહિતની સહાયતા આપવામાં આવી રહી છે. બીજી તરફ હવે પણ પ્રજા ઈ-વાહનો તરફ વળી રહ્યાં છે.

(PHOTO-FILE)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code