Site icon Revoi.in

શામળાજી – હિંમતનગર હાઈવે પર ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં 6નાં મોત

Social Share

 હિંમતનગર, 29 એપ્રિલ 2026: 6 killed in accident between private bus and car શામળાજી- હિંમતનગર હાઈવે પર જવાનપુર પાટિયા પાસે ખાનગી બસ અને ઈકોકાર વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોના ઘટનાસ્થળે  મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 6 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, આજે સવારે શામળાજી- હિંમતનગર નેશનલ હાઈવે પર જવાનપુર પાટિયા પાસે પુરપાટ ઝડપે આવી રહેલી ખાનગી બસે આગળ જતી કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં કારમાં સવાર 6 પ્રવાસીઓના મોત વિપજ્યા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 6 વ્યક્તિઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ ગાંભોઈ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો. પોલીસે ક્રેન દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી માર્ગ ખુલ્લો કરાવવાની કામગીરી કરી હતી.

Exit mobile version