નવી દિલ્હી: ઉત્તરપશ્ચિમ તુર્કીમાં સવારે ભીષણ આગ લાગી હતી, જેમાં ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. દાઝી જવાથી 6 લોકોના મોત થયા છે, અને એકની હાલત ગંભીર છે.
આ ઘટના તુર્કીના કોકેલી પ્રાંતમાં બની હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સ્થાનિક સમય મુજબ સવારે 9 વાગ્યે કોકેલીમાં એક પરફ્યુમ ડેપોમાં આગ લાગી હતી.
સ્થાનિક મીડિયા અનુસાર, આગ એટલી વિનાશક હતી કે સમગ્ર વિસ્તાર અનેક વિસ્ફોટોના અવાજથી ગુંજી ઉઠ્યો, જેના કારણે રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો. ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.
6 લોકોના મોત
કોકેલીના ગવર્નર ઇલ્હામી અક્તાએ પત્રકારોને જણાવ્યું હતું કે 6 લોકોના મોત થયા છે અને એકની હાલત ગંભીર છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.

