Site icon Revoi.in

ગાઝામાં ઈઝરાયલના સતત હુમલાને પગલે બે દિવસમાં 600 વ્યક્તિના મોત

Social Share

ગાઝાપટ્ટીમાં ચાલતા યુદ્ધમાં અત્યાર સુધી ૪૯ હજારથી વધુ પેલેસ્ટાઇનીઓના મોત નીપજ્યા છે. જ્યારે આઇડીએફે હમાસના ૨૦ હજારથી વધુ આતંકવાદીને ઠાર કર્યાનો દાવો કર્યો છે. ઇઝરાયેલ ગાઝાના હુમલામાં છેલ્લા બે દિવસથી ૬૦૦ના મોત નીપજ્યા છે. ઇઝરાયેલના લશ્કરનું કહેવું છે કે તેણે લશ્કરી લક્ષ્યાંકો પર હુમલા કર્યા છે. તેણે જણાવ્યું હતું કે દિવસના અંત ભાગમાં ગાઝામાંથી છોડવામાં આવેલા રોકેટના લીધે સેન્ટ્રલ ઇઝરાયેલમાં સાયરન વાગી હતી.

યુદ્ધના મોટાભાગના સમય દરમિયાન તેણે ઉત્તર ગાઝા પર ઘેરો નાખેલો રાખ્યો હતો. તેણે રહેવાસીઓને મુખ્ય હાઇવેનો ઉપયોગ કરવા સામે અથવા તો નોર્થ છોડવા સામે ચેતવણી આપી છે બૈત લાહિયા પર છેલ્લા ૨૪ કલાકમાં થયેલા હુમલામાં અનેકોના મોત થયા હતા. ગાઝાપટ્ટીમાં ચાલતા યુદ્ધમાં અત્યાર સુધી ૪૯ હજારથી વધુ પેલેસ્ટાઇનીઓના મોત નીપજ્યા છે. જ્યારે આઇડીએફે હમાસના ૨૦ હજારથી વધુ આતંકવાદીને ઠાર કર્યાનો દાવો કર્યો છે.ઇઝરાયેલે યુદ્ધવિરામના ભંગનો આરોપ હમાસ પર મૂક્યો છે. ઇઝરાયેલનું કહેવું છે કે તેની બંધકોને ન છોડવાની વાતને ન માનીને હમાસે આ સ્થિતિને આમંત્રણ આપ્યું છે.