Site icon Revoi.in

MS યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીમાં ચોથા રાઉન્ડના અંતે 611 બેઠકો ખાલી

Social Share

વડોદરા, 1 જુલાઈ 2026 : 611 seats vacant at the end of the fourth round in the Arts Faculty of MS University રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશની ઓનલાઈન કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયાના ચાર રાઉન્ડના અંતે કુલ 2125 બેઠકોમાંથી 1514 બેઠકો જ ભરાઈ છે, જ્યારે 611 બેઠકો હજુ પણ ખાલી પડી છે. જેથી ફેકલ્ટીમાં અત્યાર સુધીમાં કુલ 71 ટકા બેઠકો પર જ પ્રવેશ થયા છે.

એમએસ યુનિવર્સિટીમાં પણ જીકાસ દ્વારા ઓનલાઈન પ્રવેશ પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો વધુ ધસારો જોવા મળ્યો છે. જ્યારે આર્ટ્સ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયાના ચાર રાઉન્ડના અંતે કુલ 2125 બેઠકોમાંથી 1514 બેઠકો જ ભરાઈ છે, જ્યારે 611 બેઠકો હજુ પણ ખાલી પડી છે  હવે પછીના રાઉન્ડમાં માંડ 100થી 200 જેટલી બેઠકો ભરાય તેવી શક્યતા દેખાઈ રહી છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે, આર્ટ્સ ફેકલ્ટીના એક પણ વિભાગમાં હજુ સુધી 100 ટકા બેઠકો ભરાઈ નથી.

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે આર્ટ્સ ફેકલ્ટીના કેટલાક વિષયોમાં વિદ્યાર્થીઓનો રસ ઓછો જોવા મળ્યો હતો. ખાસ કરીને લિંગ્વિસ્ટિક અને મરાઠી જેવા વિભાગોમાં અત્યાર સુધીમાં માત્ર 4-4 બેઠકો પર જ પ્રવેશ નોંધાયા છે. પરંતુ ધોરણ 12ના આગામી પૂરક પરીક્ષાના પરિણામ બાદ ખાલી રહેલી બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે.

રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં ચાલતી પ્રવેશ પ્રક્રિયામાં અંડર ગ્રેજ્યુએશન કોલેજોમાં જીકાસ પોર્ટલના માધ્યમથી અત્યાર સુધીમાં 4 ઓનલાઈન રાઉન્ડ પૂરા કરી દેવાયા છે. એમ.એસ.યુનિવર્સિટી હાલ પોતાના 5મા રાઉન્ડની પ્રક્રિયા સ્વતંત્ર રીતે કરી શકશે. જોકે, ધોરણ 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ જીકાસ દ્વારા 5મો રાઉન્ડ યોજાશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે, યુનિવર્સિટીમાં અત્યાર સુધીમાં અંદાજે 90 ટકા બેઠકો ભરાઈ ગઈ છે. પૂરક પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓ માટે બાકી રહેલી બેઠકો પર આગામી સમયમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે.

Exit mobile version