1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ફાર્મસીમાં ડ્રિગ્રી, ડિપ્લોમાંના 5013 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવ્યા બાદ 86 બેઠકો હજુ પણ ખાલી
ફાર્મસીમાં ડ્રિગ્રી, ડિપ્લોમાંના 5013 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવ્યા બાદ 86 બેઠકો હજુ પણ ખાલી

ફાર્મસીમાં ડ્રિગ્રી, ડિપ્લોમાંના 5013 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવ્યા બાદ 86 બેઠકો હજુ પણ ખાલી

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીના અભ્યસક્રમોમાં બેઠકો વધવાની શક્યતાને પગલે પ્રવેશની કાર્યવાહીમાં થોડી વિલંબ થયો હતો. અને ફાર્મસી કાઉન્સિલની લીલ ઝંડી મળ્યા બાદ ફાર્મસીની 77 કોલેજો માટે પ્રવેશની કાર્યવાહીનો પ્રારંભ થયો છે. જેમાં  પ્રથમ રાઉન્ડ માટેના સીટ એલોટમેન્ટની જાહેરાત બાદ 5013 વિદ્યાર્થીને પ્રવેશ ફા‌ળવાયો છે. સીટ એલોટમેન્ટ મેળવનારા વિદ્યાર્થીઓ 18 નવેમ્બર સુધીમાં ઓનલાઇન ફી ભરી શકશે. હજુ 14 હજાર વિદ્યાર્થી વેઇટિંગમાં રહેલા છે. અને પ્રથમ રાઉન્ડમાં 86 બેઠકો હજુપણ ખાલી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એસીપીસીએ ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીની શૈક્ષણિક વર્ષ 2022-23 માટેની પ્રવેશ કાર્યવાહી હાથ ધરી છે. પહેલા રાઉન્ડમાં 13066 વિદ્યાર્થીનો મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાંથી 7982 વિદ્યાર્થીએ ચોઇસ ફિલિંગ કરાવ્યું હતું. વિદ્યાર્થીઓના મેરિટ અને ચોઇસ ફિલિંગને ધ્યાને લઈને પહેલા રાઉન્ડમાં 5013 વિદ્યાર્થીની રાજ્યભરની 77 કોલેજોમાં ફાળવણી કરાઈ છે. આ ફાળવણીમાં મેનેજમેન્ટ ક્વોટા અને એનઆરઆઈ સીટોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. પહેલા રાઉન્ડ બાદ 86 બેઠકો ખાલી રહી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પેરા મેડિકલના પ્રવેશ બાદ ફાર્મસીમાંથી ઘણા વિદ્યાર્થીઓ પોતાનો પ્રવેશ રદ કરાવે છે, પરંતુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વેઇટિંગમાં હોવાથી કોલેજોમાં સીટો ખાલી રહેશે નહીં. ડિગ્રી ફાર્મસીની સરકારી અને ગ્રાન્ડેટ 6 કોલેજોમાં કુલ 437 બેઠકો ઉપલબ્ધ હતી. જેમાં તમામ બેઠકો ભરાઈ ગઈ છે. જ્યારે સેલ્ફ ફાયનાન્સની 70 કોલેજોમાં પણ તમામ 3598 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ડિપ્લોમાં ફાર્મસીની સરકારી અને ગ્રાન્ટેડ 8 કોલેજોમાં કુલ 644 બેઠકોમાંથી 636 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો છે. જ્યારે ડિપ્લોમાની 12 સેલ્ફ ફાયમાન્સ કોલેજોમાં ઉપલબ્ધ 420 બેઠકો સામે 342 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code