1. Home
  2. ગુજરાતી
  3. નિષ્ફળતા: સ્પેસએક્સના સ્ટારશિપમાં વિસ્ફોટ, યાનનું પરીક્ષણ બીજીવાર નિષ્ફળ
નિષ્ફળતા: સ્પેસએક્સના સ્ટારશિપમાં વિસ્ફોટ, યાનનું પરીક્ષણ બીજીવાર નિષ્ફળ

નિષ્ફળતા: સ્પેસએક્સના સ્ટારશિપમાં વિસ્ફોટ, યાનનું પરીક્ષણ બીજીવાર નિષ્ફળ

0
Social Share
  • સ્પેસએક્સને ફરી એક વાર નિષ્ફળતા સાંપડી
  • સ્પેસએક્સના રોકેટ સ્ટારફિશ એસ9માં લેન્ડિંગ સમયે થયો વિસ્ફોટ
  • ત્રણ મહિનાની અંદર આ પ્રકારની બીજી ઘટના છે

વોશિંગ્ટન: સ્પેસએક્સને જાણે કોઇ ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકી અંતરિક્ષ કંપની સ્પેસએક્સના રોકેટ સ્ટારફિશ એસ9માં લેન્ડિંગના સમયે વિસ્ફોટ થયો હતો. ભવિષ્યમાં લોકોને મંગળ અને ચંદ્રની યાત્રા કરાવવા માટે નિર્માણ કરાઇ રહેલું સ્ટારશિપ યાન મંગળવારે પરિક્ષણના સમયે ધરતી પર આવી પડ્યું. ત્રણ મહિનાની અંદર આ પ્રકારની બીજી ઘટના છે. જો કે આ અંગે એલન મસ્કે કહ્યું કે, આ એક પ્રયોગ છે, અમે સૌ હવે વધુ પ્રયત્ન કરીશું.

આ ઘટના પાછળ થ્રસ્ટરની નિષ્ફળતા કારણભૂત હોઇ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 16 માળ જેટલા ઊંચા સ્પેસશિપે લગભગ 10 કિલોમીટરની ઉંચાઇ પ્રાપ્ત કરી હતી પરંતુ પાછા ફરતા સમયે નિયંત્રણ ખોઇને ઘટનાનો શિકાર બન્યું હતું. આ રીતે આ યાનને બીજીવાર નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, 50 મીટર લાંબુ સ્ટારશિપ જ્યારે ધરતી પર પાછું ફર્યું હતું ત્યાં સુધી આ પ્રયોગ સફળ લાગી રહ્યો હતો પરંતુ ઉતરતા સમયે આને બેલી ફ્લોપ કરવાનું હતું. જેનાથી હવામાં જ એન્જિન બંધ કરીને પૃથ્વી પર પાછા આવવાની યોજના હતી. લેન્ડિંગ પહેલા આને સીધું થવાનું હતું. પરીક્ષણના લગભગ સાડા 6 મિનિટ બાદ લેન્ડિંગથી સ્ટારશિપ સીધુ રહી શક્યું નહીં અને સંતુલન ગુમાવી બેસ્યું. તે જમીન પર આવી પડ્યું. આગની લપેટમાં પડ્યું અને વિસ્ફોટ પણ થયો હતો.

નોંધનીય છે કે, અગાઉ આ પરિયોજના હેઠળ સ્ટારશિપ એસ8 પણ 10 ડિસેમ્બર 2020એ આવી જ એક ઘટનાનું શિકાર બન્યું હતું. તે 10 કિલોમીટરથી કેટલુક ઉપર ગયું હતું. તે સ્ટાર એસ9નું પરીક્ષણ થવાનું હતું. પરંતુ સુરક્ષા માનક પૂરો ન કરવા પર અનુમતિ મળી નહીં.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code