1. Home
  2. ગુજરાતી
  3. કોરોના વાયરસના બદલાતા સ્વરૂપથી બચવા માટે નવી શોધ, ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ‘ થી વિકસિત હશે વેક્સીન

કોરોના વાયરસના બદલાતા સ્વરૂપથી બચવા માટે નવી શોધ, ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ‘ થી વિકસિત હશે વેક્સીન

0
Social Share
  • કોરોનાના બદલાતા સ્વરૂપથી બચવા માટે નવી શોધ
  • ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ‘ થી વિકસિત હશે વેક્સીન
  • દેશમાં લગભગ 58 લાખ લોકોને અપાઈ વેક્સીન

શોધકર્તાઓએ કોરોના વાયરસના સતત બદલાતા સ્વરૂપનો સામનો કરવા માટે એક નવી તકનીક શોધી કાઢી છે,જે કોરોનાથી નવા પ્રકારના વાયરસને રોકવા માટે ટૂંક સમયમાં એક વેક્સીન વિકસાવશે.

સંશોધન ટીમે ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’નો ઉપયોગ કરીને વેક્સીનથી સંબંધિત તમામ વિશ્લેષણને ઝડપથી પૂર્ણ કરવાની એક પદ્ધતિ વિકસાવી છે. યુનિવર્સિટી ઓફ સદર્ન કેલિફોર્નિયાના અધ્યયનના નેચર સાઇન્ટીફિક રીપોર્ટસમાં આ તકનીકીનું વર્ણન છે.

અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે,વેક્સીન ડીઝાઇન સાઇકલ જેને પૂર્ણ કરવામાં મહિનો અથવા વર્ષોનો સમય લાગી જાય છે, તેને ‘મશીન લર્નિંગ’મોડેલ વતી થોડીવારમાં પૂર્ણ થઈ શકે છે.

કોરોના વેક્સીનનો સૌથી વધુ માત્રા લાગુ કરનારા દેશોની યાદીમાં ભારત અમેરિકા અને બ્રિટન પછી ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. દેશમાં અત્યાર સુધીમાં લગભગ 58 લાખ લોકોને રસી આપવામાં આવી છે.

રવિવારે દેશમાં લગભગ 12 હજાર લોકો કોરોના પોઝિટિવ બન્યા હતા. અને 78 લોકોના મોત નિપજ્યા હતા. 18 ફેબ્રુઆરીથી શરૂ થતાં ઉત્તરપ્રદેશ વિધાનસભાના બજેટ સત્ર માટે ધારાસભ્યોને વિશેષ સૂચનાઓ જારી કરવામાં આવી છે. સરકાર દ્વારા તમામ ધારાસભ્યોને બજેટ સત્ર પહેલા કોરોના ટેસ્ટ કરાવવાની સૂચના આપવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, કોરોનાના નેગેટીવ રીપોર્ટનું સર્ટીફીકેટ બતાવ્યા પછી જ તેઓ વિધાન ભવનમાં પ્રવેશ કરી શકશે.

-દેવાંશી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code