મહારાષ્ટ્ર સરકારનો આદેશ -આ સ્ટાર્સના ટ્વિટર એકાઉન્ટની થશે તપાસ
- મહારાષ્ટ્ર સરકારનો આદેશ –
- કેટલાક સેલિબ્રિટીની ટ્વિટની તપાસ કરવામાં આવશે
દિલ્હીઃ-સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ખેડૂત વર્ગ આંદોલન કરી રહ્યો છે, જેમાં ખાસ કરીને પંજાબ તેમજ હરિયાણાના ખેડૂતો દિલ્હી બોર્ડર પર આવીને આંદોલનમાં જોડાઈ રહ્યા છે, આ મામલે કેન્દ્ર એ એવા ટ્વિટર એકાઉન્ટ બંધ કરવાના આદેશ આપ્યા છે કે જે ખેડબતોને ભડકાવી રહ્યા હોય ત્યારે આ મામલે બીજા જાણીતા નામના ટ્વિટર ચતપાસ કરવાના આદેશ રાજ્ય સરકારે પણ આપ્યા છે .
આ મામલે હવે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે જણાવ્યું છે કે,સચિન તેંડુલકર, લતા મંગેશકર, વિરાટ કોહલી સહિતના સ્ટાર્સ દ્વારા કરવામાં આવેલી તમામ પ્રકારની દરેક ટ્વિટની તપાસ કરવામાં આવશે. ખેડૂત આંદોલનના સમર્થનમાં ઇન્ટરનેશનલ સ્ટાર રિહાનાના ટ્વિટ બાદ ભારતના જાણીતા લોકો દ્વારા પણ ટ્વિટ કરવામાં આવી હતી.
સ્ટાર્સના ટ્વિટ પછી વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા મહારાષ્ટ્ર સરકારને ફરિયાદ કરાઈ હતી કે, રિહાનાના ટ્વિટ બાદ સચિન તેંડુલકર, લતા મંગેશકર, વિરાટ સહિતના સ્ટાર્સે જે પણ કંઈ ટ્વિટ કર્યું હતું તેમાં કેટલાક શબ્દો એક સરખા જેવા જ જોવા મળ્યા છે.
કોંગ્રેસ કાર્યકર્તાઓએ અનિલ દેશમુખને કહ્યું હતું કે, સુનીલ શેટ્ટીએ તો પોતાના ટ્વિટમાં મુંબઇ ભાજપના નેતા હિતેશ જૈનને પણ ટેગ કર્યા છે. સાયના નહેવાલ અને અક્ષય કુમારનું ટ્વિટ પણ સમાન જેવું જોવા મળે છે. આ બધી ટ્વિટ્સ જોઇને લાગે છે કે, ભાજપ સરકારના દબાણમાં આ સ્ટાર્સે ટ્વિટ કર્યા હશે. મહારાષ્ટ્ર સરકાર આ બાબતને લઈને હવે તપાસ કરવી જોઈએ.
જે બાદ અનિલ દેશમુખે કહ્યું કે, આ તમામના ટ્વિટ તપાસ કરવાના આદેશ આપ્યા છે આ બાબતે હવે રાજ્ય ઇન્ટલિજન્સ વિભાગ આ મામલે તપાસ કરશે.
સાહિન-


