Homeગુજરાતીરાજકોટ કોર્પોરેશનમાં ભાજપની જીતની કરાશે ઉજવણી, મુખ્યમંત્રી વિજય રૂપણી રહેશે ઉપસ્થિત

રાજકોટ કોર્પોરેશનમાં ભાજપની જીતની કરાશે ઉજવણી, મુખ્યમંત્રી વિજય રૂપણી રહેશે ઉપસ્થિત

અમદાવાદઃ ગુજરાતમાં છ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. જેની ગઈકાલે અમદાવાદના ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં પણ ઉજવણી કરવામાં આવશે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે.

રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં 72 બેઠકો પૈકી 68 બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો છે. જ્યારે માત્ર 4 બેઠકો ઉપર જ કોંગ્રેસનો વિજય થયો છે. રાજકોટમાં ગઈકાલે ભાજપની ભવ્ય જીત થતા ઉમેદવારો અને કાર્યકરો દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ દ્વારા રાજકોટમાં વિરાટ વિજય લોક અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં બહુમાળી ભવન ચોક સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના સાનિધ્યમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં વિરાટ વિજય લોક અભિવાદન સમારોહ યોજાશે. રાજકોટમાં મળેલી જીતના વધામણા કરવા માટે આજે સાંજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખુદ રાજકોટ આવી રહ્યાં છે. જેમાં વિકાસને સમર્પિત રાજકોટવાસીઓનો મુખ્યમંત્રી આભાર વ્યકત કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાને માત આપ્યા બાદ આજથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ફરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પ્રચાર પ્રસારની કમાન સંભાળી લીધી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img