Homeગુજરાતીએક્ટર સોનુ સૂદ બેરોજગારોની મદદે આવ્યા, નોકરી મામલે ટ્વિટર એકાઉન્ટ પર કરી...

એક્ટર સોનુ સૂદ બેરોજગારોની મદદે આવ્યા, નોકરી મામલે ટ્વિટર એકાઉન્ટ પર કરી મોટી જાહેરાત 

  • સોનુ સૂદએ કરી ખાસલ જાહેરતા
  • 1 લાખ લોકોને મળશે નોકરીની તક

મુંબઈ – બોલિવૂડના જાણીતા કલાકાર એવા એક્ટર સોનુ સૂદ કોરોનાકાળની તેમની કામગીરીને લઈને એક અલગ પર્સનાલિટી બનીને ઊભરી આવ્યા છે, સોનુ સૂદ ઘણા સમયથી સર્ચાનો વિષય બની રહ્યા છે, તેમના કાર્યો ખરેખર બિરદાવા લાયક છે. ત્યારે ફરી એક વખત સોનૂ સૂદ ચર્ચાનો વિષ્ય બન્યા છે.તેમણે હવે બેરોજગારો માટે નોકરીની તક આપી છે.

 

તાજેતરમાં હવે સોનુ સૂદે જ કાર્ય કર્યું  છે તેનાથી લાખો લોકોને રોજગાર મળી રહેવાની શક્યતાઓ છે,આ મુજબ હવે લગભગ 10 કરોડ લોકોને મદદ મળવા પાત્ર બનશે.

એકટર સોનુ સૂદએ પોતાના ટચ્વિટર એતાઉન્ટ પણ ખાસ જાહેરાત કરી છે,ટ્વિટર પર લખ્યું છે કે, તેઓ દેશના 1 લાખ બેરોજગાર લોકોને કેવી રીતે નોકરી આપવામાં મદદ કરશે, આ ટ્વિટ બાદ તેમના ઘણા વખાણ થઈ રહ્યા છે

સોનુ સૂદે પોતાની ટ્વિટમાં લખ્યું- ‘નવું વર્ષ, નવી ઉમ્મીદો.અને તે તકને તપાસા પાસે લાવતા નવા અમે,  પ્રવાસી રોજગાર હવે છે ગૂડવર્કર. ગુડવર્કર એપ્લિકેશન આજે જ ડાઉનલોડ કરો અને સારી કાલની આશા કરો.’

આ માટે એક્ટરે એક લીંક પણ ડાઉનલોડ કરવા માટે શેર કરી છે,એપ થકૂ તેમના કહ્યા પ્રમાણે તે 10 કરોડ લોકોનું જીવન બદલવાનો  એક પ્રયત્ન હાથ ધરી રહ્યા છે,અનેક લોકોએ તેમના આ કાર્યને બિરદાવ્યું છે.

 

સાહિન-

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular