1. Home
  2. ગુજરાતી
  3. મુદ્રાના અદાણી પોર્ટના માળખાગત વિકાસથી કર્ણાટકના મંત્રી સહિત પ્રતિનિધિ મંડળ પ્રભાવિત થયું
મુદ્રાના અદાણી પોર્ટના માળખાગત વિકાસથી કર્ણાટકના મંત્રી સહિત પ્રતિનિધિ મંડળ પ્રભાવિત થયું

મુદ્રાના અદાણી પોર્ટના માળખાગત વિકાસથી કર્ણાટકના મંત્રી સહિત પ્રતિનિધિ મંડળ પ્રભાવિત થયું

0
Social Share

ભુજ  :  ગુજરાતની ગણના દેશના ગ્રોથ એન્જિન તરીકે થાય છે. અને તેથી અન્ય રાજ્યોના પ્રતિનિધિ મંડળો ગુજરાતના વિકાસની ઝાંખી કરવા માટે સમયાંતરે આવતા હોય છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસની બાબતમાં દેશનાં અન્ય રાજ્યો માટે રોલ મોડેલ રહ્યું છે. દેશનાં અન્ય રાજ્યો પણ ગુજરાતના વિકાસ વિઝન પરથી પ્રેરણા લઈ રહ્યાં છે. કર્ણાટકના લઘુ-મધ્યમ ઉદ્યોગ વિભાગના મંત્રી જગદીશ શેટ્ટાર પ્રતિનિધિ મંડળ સાથે હાલ ગુજરાતના પ્રવાસે છે. તેમણે મુંદરા સ્થિત અદાણી પોર્ટ, પાવર અને અદાણી સોલાર સેલ અને પેનલ મેન્યુફેક્ચારિંગ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. મંત્રીએ મુંદરા પોર્ટ ખાતે પોર્ટ પર ચાલતી ગતિવિધિઓનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે અદાણી મુંદરા પોર્ટના સી.ઈ.ઓ. શ્રી ડગ્લાસ, કેપ્ટન સચિન અને કૌતુક શાહે અદાણી પોર્ટ અને એસ.ઈ.ઝેડ.ના ભૌગોલિક વિસ્તાર, માળખાંકીય સુવિધાઓ, વ્યવસ્થાઓ’ તેમજ વ્યાપારિક ગતિવિધિઓ વગેરે અંગે’ માહિતી પૂરી પાડી હતી. અદાણી સોલાર સેલ અને પેનલ મેન્યુફેક્ચારિંગ પ્લાન્ટની પણ તેમણે મુલાકાત લીધી હતી.

આ પ્લાન્ટ પર ઉત્પાદિત સેલ અને પેનલ અંગે વિગતો જણાવતાં સોલાર પ્લાન્ટના સાઈટ હેડએ તેની ખાસિયતો વર્ણવી હતી. શ્રી શેટ્ટારે જણાવ્યું હતું કે, મુંદરા પોર્ટ ખાતે અત્યાધુનિક માળખાંગત સુવિધાઓ છે તે ખરેખર વિશ્વસ્તરીય છે. તેમણે રાષ્ટ્રનિર્માણમાં અદાણી ગ્રુપના સિંહફાળાની નોંધ લીધી હતી તથા અદાણી ગ્રુપની કાર્યપ્રણાલીની સરાહના કરી હતી.આ મુલાકાત દરમિયાન કર્ણાટક ઔદ્યોગિક વિકાસ કમિશનર ગુંજન ક્રિષ્ના, કર્ણાટક ઇન્ડસ્ટ્રીઅલ એરિયા વિકાસ બોર્ડના સીઈઓ ડો. એન. શિવશંકર, કર્ણાટક ઉદ્યોગ મિત્રના મેનેજિંગ ડિરેક્ટર’ રેવના ગોવડા, કચ્છ કલેકટર પ્રવીણા ડી.કે., મુંદરા પ્રાંત અધિકારી કે.જી. ચૌધરી, જિલ્લા ઉદ્યોગ’ કેન્દ્ર-કચ્છના જનરલ મેનેજર કનક ડેર, જીઆઈડીસી-ભુજના પ્રાદેશિક મેનેજર પંકજ આચાર્ય, ઇન્ડેક્ષટીબીના ડેપ્યુટી મેનેજર ભરત ગોજિયા, ગુજરાત મેરિટાઈમ બોર્ડના મેનેજર દર્શન જોબનપુત્રા વગેરે ઊપસ્થિત રહ્યા હતા.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code