Homeગુજરાતીગુજરાતગુજરાતઃ CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળને PM મોદી સહિતના મહાનુભાવોએ પાઠવી શુભેચ્છાઓ

ગુજરાતઃ CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળને PM મોદી સહિતના મહાનુભાવોએ પાઠવી શુભેચ્છાઓ

અમદાવાદઃ ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળે આજે શપથગ્રહણ કર્યાં હતા. નવા મંત્રીમંડળમાં નો રિપીટ થીયરી અપનાવીને નવા ચહેરાઓને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બે મહિલાઓ સહિત 25 મંત્રીઓનો મંત્રીમંડળમાં સમાવેશ કરાયો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળને શુભકામનાઓ પાઠવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, ગુજરાત સરકારમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનારા પાર્ટીના તમામ સાથીઓને અભિનંદન. આ ઉત્કૃષ્ટ કાર્યકર્તાઓ છે જેમણે પોતાનું જીવન જાહેર સેવા માટે સમર્પિત કર્યું છે અને અમારી પાર્ટીના વિકાસના એજન્ડાને આગળ ધપાવ્યો છે. સૌને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ..!

ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ મારફતે શુભેચ્છાઓ પાઠવી હતી કે, ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનારા તમામ લોકોને હું શુભેચ્છા પાઠવું છું. મને વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદી અને ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર મંત્રીમંડળ લોક કલ્યાણકારી યોજનાઓને રાજ્યના ગરીબ લોકો સુધી પહોંચાડવા માટે નિરંતર સેવાભાવ સાથે કામ કરશે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ નવા મંત્રીમંડળને શુભકામનાઓ પાઠવી હતી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના આગેવાનો પણ નવા મંત્રી મંડળને શુભકામના પાઠવી હતી.

સંબંધિત લેખો

Most Popular