Homeગુજરાતીફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ,સામાન્ય જનતાને આર્થિક ફટકા

ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ,સામાન્ય જનતાને આર્થિક ફટકા

  • આજે પણ ન મળી રાહત
  • ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ
  • સામાન્ય માણસની આવક પર અસર

દિલ્હી:પેટ્રોલ-ડીઝલની કિમતમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે. દેશમાં વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ સામાન્ય માણસની આવક પર અસર કરી રહ્યા છે.ત્યારે સરકારી તેલ કંપનીઓ દ્વારા આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે ડીઝલની કિંમતમાં 33 થી 38 પૈસાનો વધારો થયો છે જ્યારે પેટ્રોલની કિંમતમાં 30 થી 35 પૈસાનો વધારો થયો છે. દેશના ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાથી ઉપર પહોંચી ગઈ છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 105.14 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 93.87 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 111.09 રૂપિયા અને ડીઝલની કિંમત 101.78 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકતામાં પેટ્રોલની કિંમત 105.76 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 96.98 રૂપિયા પ્રતિ લીટર છે.તો,ચેન્નઈમાં પેટ્રોલ 102.40 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 98.26 રૂપિયા પ્રતિ લીટર છે.

મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ -કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.

આ પેરામીટરના આધારે પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી કરવાનું કામ ઓઇલ કંપનીઓ રોજ કરે છે. ડીલરો પેટ્રોલ પંપ ચલાવતા લોકો છે. તેઓ ટેક્સ અને પોતાના માર્જિન ઉમેર્યા બાદ ગ્રાહકોને છૂટક કિંમતે પેટ્રોલ વેચે છે. આ કિંમત પેટ્રોલના દર અને ડીઝલના દરમાં પણ ઉમેરવામાં આવે છે.

 

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img