Homeગુજરાતીગુજરાતબાવળાના સાંકોડ ગામમાં 11 ફૂટ લાંબો અજગર ખેતરમાં જોવા મળતા લોકોમાં ભય

બાવળાના સાંકોડ ગામમાં 11 ફૂટ લાંબો અજગર ખેતરમાં જોવા મળતા લોકોમાં ભય

  • સાંકોડ ગામે 11 ફૂટનો લાંબો અજગર દેખાયો
  • અજગર દેખાતા ગ્રામજનોમાં ફેલાયો ભય
  • વનવિભાગે સ્થળ પર પહોંચી અજગરનું કર્યું રેસ્ક્યુ

બાવળા: સાંકોડ ગામના ખેતરમાં 11 ફુટ લાંબો અજગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગામના નિવાસીને ખેતરમાં 11 ફુટ લાંબો અજગર દેખાયો હતો. ઘટનાને પગલે લોકોમાં ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા. ગ્રામજનોએ બાવળા તાલુકાના ફોરેસ્ટ ઓફિસરને જાણ કરી હતી. જે બાદ વનવિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી અજગરનું રેસ્ક્યુ કર્યું હતું.

જોકે,અજગરને ઝડપી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ રેસ્ક્યુ દરમિયાન કોઈને જાનહાનીની પણ જાણકારી મળી નથી. યોગ્ય સમય પર જાણ થતા લોકો સતર્ક થયા હતા અને વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને અજગરને સલામત સ્થળે લઈ જવામાં આવ્યો.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img