Homeગુજરાતીવોટ્સએપ પોતાના આ ઘાંસૂ ફીચર્સથી યૂઝર્સને પ્રદાન કરે છે પૂરી સેફ્ટી

વોટ્સએપ પોતાના આ ઘાંસૂ ફીચર્સથી યૂઝર્સને પ્રદાન કરે છે પૂરી સેફ્ટી

  • વોટ્સએપ યૂઝર્સને આપે છે અનેક સેફ્ટી ફીચર્સ
  • ટૂ સ્ટેપ્સ વેરિફિકેશન, એન્ક્રિપ્ટેડ ચેટ્સ જેવા ફીચર્સ આપે છે
  • તેનાથી તમારી ચેટ્સ વધુ સુરક્ષિત બને છે

નવી દિલ્હી: વોટ્સએપ એ વિશ્વમાં સૌથી વધુ પ્રચલિત ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. વર્લ્ડ ડેટા પ્રાઇવસી ડે નિમિત્તે વોટ્સએપના કેટલાક ખાસ સેફ્ટી ફિચર્સ વિશે જણાવવામાં આવ્યું છે. ચાલો તેના વિશે જાણીએ.

ટૂ સ્ટેપ્સ વેરિફિકેશન:

આ ફીચરની મદદથી વોટ્સએપ યૂઝર્સ તેમના એકાઉન્ટને સુરક્ષિત બનાવી શકે છે. આની મદદથી તમારે છ-અંકનો પાસકોડ સેટઅપ કરવાનો રહેશે. આવી સ્થિતિમાં, કોઇપણ વ્યક્તિ તે કોડ વિના અન્ય ઉપકરણમાં લોગ ઇન કરી નહીં શકે.

એન્ક્રિપ્ટેડ ચેટ્સ:

વોટ્સએપ પર મોકલેલા મેસેજ, ફોટોઝ, ઓડિયો અને વીડિયો કૉલ્સ કોઇપણ ત્રીજી વ્યક્તિ હેક કરી શકતી નથી. તેનું કારણ છે એન્ક્રિપ્ટેડ ચેટ્સ. કોઇ ટેકસ્ટ મેજેને ડીકોડ કરી શકતું નથી.

Disappearing messages:

આ ફીચરની મદદથી યુઝર્સ મેસેજને ડિલીટ કરવાનો સમય સેટ કરી શકે છે, જે 24 કલાકથી 90 દિવસનો હોઈ શકે છે. આ ફીચર ગ્રુપ ચેટ્સ પર પણ લાગુ પડે છે.

ફિંગરપ્રિન્ટ અને ફેસ આઈડીની મદદથી વોટ્સએપને લોક કરોઃ વોટ્સએપની એપ્લીકેશનને ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ફેસ આઈડી જેવી સુવિધાઓની મદદથી લોક કરી શકાય છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular