HomeગુજરાતીKGF સુપરસ્ટાર યશની ફિલ્મે ત્રીજા દિવસે બનાવ્યો જબરદસ્ત રેકોર્ડ,અત્યાર સુધીમાં થઇ આટલી...

KGF સુપરસ્ટાર યશની ફિલ્મે ત્રીજા દિવસે બનાવ્યો જબરદસ્ત રેકોર્ડ,અત્યાર સુધીમાં થઇ આટલી કમાણી

  • KGF 2એ સિનેમાઘરોમાં મચાવી ધૂમ
  • ત્રીજા દિવસે બનાવ્યો જબરદસ્ત રેકોર્ડ
  • અત્યાર સુધીમાં કરી આટલી કમાણી

મુંબઈ:સાઉથના સુપરસ્ટાર યશ સ્ટારર ફિલ્મ KGF 2એ સિનેમાઘરોમાં ધૂમ મચાવી દીધી છે.બાહુબલી 2 ના સમયે ફેન્સમાં ક્રેઝ જોવા મળ્યો હતો. યશની ફિલ્મ KGF ચેપ્ટર 2 ને પણ આવો જ પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મે રિલીઝના પહેલા બે દિવસમાં જ 200 કરોડથી વધુની કમાણી કરી લીધી હતી.આ ફિલ્મે 270 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે,યશની ફિલ્મ રવિવાર સુધીમાં 500 કરોડ રૂપિયાનો બિઝનેસ કરશે. જે મુજબ ફિલ્મ કમાણીના મામલામાં ઝડપથી ચાલી રહી છે,આ ફિલ્મ નવો રેકોર્ડ બનાવશે તેવું લાગી રહ્યું છે.

ફિલ્મની કમાણીની ગતિને જોતા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, આ ફિલ્મ કન્નડ સિનેમાની પણ પહેલી હજાર કરોડ રૂપિયા કમાણી કરનાર પ્રથમ ફિલ્મ બની શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે,ત્રીજા દિવસના પ્રારંભિક આંકડાઓ અનુસાર, ફિલ્મ KGF 2 એ 40 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.આવી સ્થિતિમાં આ ફિલ્મના કલેક્શનના મામલે નવો રેકોર્ડ બની શકે છે.હિન્દીમાં રિલીઝ થયેલી આ પ્રકારની આ પહેલી ફિલ્મ છે, જેણે માત્ર બે દિવસમાં બોક્સ ઓફિસ પર સદી ફટકારી છે.

રિપોર્ટ્સ અનુસાર, KGF 2 એ શનિવારે 93 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.હિન્દી વર્ઝનમાં KGF 2 એ કુલ 48 કરોડનું કલેક્શન કર્યું છે. કન્નડમાં KGF 2 એ રૂ. 13.50 કરોડ રૂપિયાનો આંકડો,તેલુગુમાં યશની ફિલ્મે રૂ. 16 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો જયારે  તમિલમાં રૂ. 8 કરોડ અને મલયાલમમાં રૂ. 7 કરોડનો બિઝનેસ કર્યો છે.

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular