Homeગુજરાતીગુજરાતપીએમ નરેન્દ્ર મોદી સાથે BAPS સ્વામીનારાયણ સંસ્થાના સંતોની શુભેચ્છા મુલાકાત

પીએમ નરેન્દ્ર મોદી સાથે BAPS સ્વામીનારાયણ સંસ્થાના સંતોની શુભેચ્છા મુલાકાત

  • BAPS દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી
  • કોવિડ-યુક્રેન સંકટ દરમિયાન કરી કામગીરી
  • BAPS દ્વારા રાહત કાર્યની પ્રશંસા કરતા પીએમ
  • પ્રમુખસ્વામીના જન્મશતાબ્દી ઉજવણી અંગે પણ ચર્ચા

અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ BAPS સાધુઓ,ઈશ્વરચરણ સ્વામી અને બ્રહ્મવિહારી સ્વામી સાથે મુલાકાત કરી હતી અને કોવિડ-19 અને યુક્રેન કટોકટી દરમિયાન BAPSના રાહત કાર્યની પ્રશંસા કરી હતી.મોદીએ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજજીની આગામી જન્મશતાબ્દી ઉજવણી અંગે પણ ચર્ચા કરી હતી.

પીએમ મોદીએ ટવિટ કહ્યું કે,”વરિષ્ઠ BAPS સાધુઓ, ઈશ્વરચરણ સ્વામી અને બ્રહ્મવિહારી સ્વામીને મળ્યા.COVID-19 અને યુક્રેન કટોકટી દરમિયાન BAPSના રાહત કાર્યની પ્રશંસા કરી.પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજજીની આગામી જન્મ શતાબ્દી ઉજવણીની ચર્ચા કરી અને સમાજમાં તેમના સમૃદ્ધ યોગદાનને યાદ કર્યું.”

ઉલ્લેખનીય છે કે,કોરોનાની મહામારી દરમિયાન દાતોઓ અથવા સેવાભાવી સંસ્થાઓ દ્વારા દાનની સરવાણી કરવામાં આવી હતી.અને જરૂરિયાત મંદો સુધી તમામ વસ્તુઓ પહોંચાડાય હતી.આ ઉપરાંત સરકાર દ્વારા પણ લોકોને સુવિધા પૂરી પાડવામાં આવી હતી.

 

 

 

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular