1. Home
  2. ગુજરાતી
  3. ભોલા:અજય દેવગણ અને તબ્બુ ફરીવાર એક સાથે જોવા મળશે
ભોલા:અજય દેવગણ અને તબ્બુ ફરીવાર એક સાથે જોવા મળશે

ભોલા:અજય દેવગણ અને તબ્બુ ફરીવાર એક સાથે જોવા મળશે

0
Social Share
  • અજય દેવગણ અને તબ્બુ ફરીવાર એક સાથે જોવા મળશે
  • ફિલ્મ ભોલામાં જોવા મળશે બંને સ્ટાર્સ
  • આવતા વર્ષે 30 માર્ચે રિલીઝ થશે આ ફિલ્મ

મુંબઈ:શાહરૂખ ખાન બાદ હવે બોલિવૂડ એક્ટર અજય દેવગણે મંગળવારે પોતાની આગામી ફિલ્મ ભોલાની રિલીઝ ડેટ જાહેર કરી છે.ધર્મેન્દ્ર શર્મા દ્વારા નિર્દેશિત તે સુપરહિટ તમિલ ફિલ્મ કૈથીની રિમેક છે.અજય દેવગણની આગામી ફિલ્મ ભોલા આ વર્ષે ફેબ્રુઆરીમાં ફ્લોર પર ગઈ હતી અને આ ફિલ્મમાં ફરી એકવાર અજય તબ્બુ સાથે જોવા મળશે. ‘ભોલા’ આવતા વર્ષે 30 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.અજય દેવગણ ફિલ્મ્સ, ટીસીરીઝ ફિલ્મ્સ, રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ અને ડ્રીમ વોરિયર પિક્ચર્સ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં તબ્બુ એક સુપર-કોપની મુખ્ય ભૂમિકામાં છે.

અજય દેવગણ ટૂંક સમયમાં રનવે 24 માં જોવા મળશે, તેણે તેની આગામી ફિલ્મ ભોલાની રિલીઝ ડેટ એક રસપ્રદ કેપ્શન સાથે સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે આ કેપ્શનમાં લખ્યું છે કે, મારી આગામી ફિલ્મ ‘ભોલા’ની જાહેરાત કરતા મને ગર્વ છે. જે 30 માર્ચ 2023ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે, “તમારા બધા સાથે ભોલા શેર કરવા માટે ઉત્સાહિત છું. તમિલ સુપરહિટ કૈથીની સત્તાવાર રિમેક,જેમાં તબ્બુ અને હું મુખ્ય ભૂમિકામાં છીએ. આ એક્શન-ડ્રામાનું નિર્દેશન ધર્મેન્દ્ર શર્માએ કર્યું છે.

અજય દેવગણની આગામી ફિલ્મ ‘રનવે 34’ની વાત કરીએ તો આ ફિલ્મમાં તેની સાથે અમિતાભ બચ્ચન અને રકુલ પ્રીત સિંહ પણ જોવા મળવાના છે.આ ફિલ્મ તેના માટે ખૂબ જ ખાસ હશે કારણ કે તેણે ફિલ્મ ‘રનવે 34’નું નિર્દેશન કર્યું છે.દિગ્દર્શક તરીકે આ તેની ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્માણ અજય દેવગણ એફફિલ્મ્સ અને પેનોરમા સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યું છે.અન્ય નિર્માતાઓમાં કુમાર મંગત પાઠક, વિક્રાંત શર્મા, સંદીપ હરીશ કેઓલાની, તરલોક સિંહ જેઠી, હસનૈન હુસૈની અને જય કનુજિયાનો સમાવેશ થાય છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code