Homeગુજરાતીબોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં નહી લઈ શકે ભાગ - કોરોના...

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં નહી લઈ શકે ભાગ – કોરોના રિપોર્ટ આવ્યો  પોઝિટિવ 

  • અભિનેતાએ ટ્વિટ કરી લખ્યું છે કે  “હું ઇન્ડિયન પવેલિયન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં મારા સિનેમાને આગળ વધારવા માટે ખૂબ જ ઉત્સુક હતો, પરંતુ હું હવે આમ નહીં કરી શકુ , હું કોરોના પોઝિટિવ આવ્યો છું. હું  હવે આરામ કરીશ. અનુરાગ ઠાકુર તમને  અને તમારી ટીમને શુભેચ્છાઓ.અક્ષય કુમારને થયો કોરોના
  • કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં નહી લે ભાગ

મુંબઈઃ- દેશભરમાં જ્યાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી ચૂકી છે ત્યારે છૂટાછવાયો કેસો પમ નોંધાઈ રહ્યો છે ત્યારે અનેક સેલેબ્સ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યો છે ત્યારે હવે બોલિવૂડના એક્શન હિરો અક્ષય કુમારને પણ કોરોના થયો છે.અક્ષય કુમારે પોતે ટ્વિટર પર એક પોસ્ટ કરીને ચાહકોને પોતે કોરોના થયો હોવાની જાણકારી શેર કરી છે.

અભિનેતાએ ટ્વિટ કરી લખ્યું છે કે  “હું ઇન્ડિયન પવેલિયન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં મારા સિનેમાને આગળ વધારવા માટે ખૂબ જ ઉત્સુક હતો, પરંતુ હું હવે આમ નહીં કરી શકુ , હું કોરોના પોઝિટિવ આવ્યો છું. હું  હવે આરામ કરીશ. અનુરાગ ઠાકુર તમને  અને તમારી ટીમને શુભેચ્છાઓ.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ અનેક રીતે ભારતનું  પ્રભુત્વ જોવા ણળનાર છે.આ પ્રખ્યાત ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રથમ વખત ભારતને ‘કન્ટ્રી ઓફ ઓનર’નું સન્માન આપવામાં આવી રહ્યું છે.

આ સાથે જ  ભારતીય કલા સંસ્કૃતિની ઝલક પણ અહીં જોવા મળશે. આ ફિલ્મ ફેસ્ટિવલના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ દેશનેનું સત્તાવાર સન્માન મળી રહ્યું છે અને આ સન્માન ભારતને મળ્યું છે.જો કે આવી સમ્માન જનક  સ્થિતિમાં અભિનેતા હાજર રહી શકશે નહી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular