નવી દિલ્હી, 04 નવેમ્બર 2026: ભારતની રાજકુમારી લેન્ચેનબી ચાનુએ યુથ ઓલિમ્પિક ગેમ્સમાં વુશુ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે સેનેગલના ડાકારમાં આ મેડલ મેળવ્યો હતો.
ચાનુંએ ‘ચાંગક્વાન’ (Changquan) સંયુક્ત સ્પર્ધાની ફાઇનલમાં 18.39 પોઈન્ટ મેળવીને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું. આ સાથે, તે યુથ ઓલિમ્પિક્સમાં વુશુ (Wushu) રમતમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની છે. ડાકાર 2026 યુથ ઓલિમ્પિક્સમાં વુશુને પ્રથમ વખત મેડલ સ્પર્ધા તરીકે સામેલ કરવામાં આવ્યું છે. આ મેડલ સાથે યુથ ઓલિમ્પિક્સમાં ભારતની કુલ મેડલ સંખ્યા ત્રણ થઈ ગઈ છે; અત્યાર સુધીમાં ભારતે એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
ગઈકાલે, ખુશ્બુ રજકભાઈ દરજાદાએ મહિલાઓની 63 કિગ્રા જુડો સ્પર્ધામાં રજત પદક જીત્યો હતો. આ ઉપરાંત, ધિનિધિ દેસિંગુએ મહિલાઓની 100 મીટર ફ્રીસ્ટાઇલ સ્વિમિંગ સ્પર્ધામાં કાંસ્ય પદક મેળવ્યો હતો. તે યુથ ઓલિમ્પિક્સમાં સ્વિમિંગમાં પદક જીતનારી પ્રથમ ભારતીય મહિલા છે.
વધુ વાંચો: ક્રિકેટ જગતમાં વિરાટ કોહલીનો નવો વર્લ્ડ રેકોર્ડ, નંબર-3 પર કરી બતાવ્યું ઐતિહાસિક કારનામું


