
આઈસ ફેશિયલ કરતા લોકો આ વાતનું રાખજો ધ્યાન! ભૂલ થશે તો આડઅસરનો બનશો શિકાર
ફેશિયલ લોકો અત્યારના સમયમાં ત્યારે કરાવતા હોય છે જ્યારે તેમને કોઈ પ્રસંગમાં જવાનું હોય છે અથવા કોઈ અન્ય જરૂરી કામથી જવાનું હોય છે. ફેશિયલના આમ તો કેટલાક પ્રકાર હોય છે પણ ક્યારેક કેટલાક પ્રકારના ફેશિયલ લોકોને માફક આવતા નથી અને તેના કારણે તેમને આડઅસરનો પણ સામનો કરવો પડે છે.
જો વાત કરવામાં આવે આઈસ ફેશિયલની તો આઈસ ફેશિયલ કરવા માટે આઈસ ક્યુબ્સને પાતળા વોશક્લોથ અથવા નેપકીનમાં લપેટી લો. તેને ચહેરા પર લગાવો. જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો બરફના ટુકડાને લાગુ કરવા માટે ટુવાલ અથવા કોલ્ડ કોમ્પ્રેસનો ઉપયોગ કરો. ચહેરાના ચોક્કસ ભાગ પર આઈસ પેક કે ક્યુબને એક મિનિટથી વધુ ન રાખો. રક્ત પરિભ્રમણ વધારવા માટે થોડીવાર ટેપ કરો. આ પછી, ચહેરો સાફ કરો અને મોઇશ્ચરાઈઝર લગાવો.
બરફ એક એવી વસ્તુ છે જે દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે. એવું માનવામાં આવે છે કે આઈસ ફેશિયલને કારણે ત્વચાની ચમક સાથે ચુસ્તતા આવે છે અને વૃદ્ધાવસ્થાની અસર જલ્દી દેખાતી નથી. આઈસ ફેશિયલ એવા લોકો માટે પણ ફાયદાકારક છે જેમને વારંવાર ખીલની સમસ્યા રહે છે. આમ કરવાથી ત્વચા પર હાજર વધારાનું તેલ દૂર થાય છે, જેના કારણે ખીલની સમસ્યા કંટ્રોલ થાય છે. આ સિવાય બ્લેકહેડ્સ અને વ્હાઈટહેડ્સની સમસ્યા પણ દૂર થાય છે.