1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બનાસકાંઠામાં ખાણ ખનીજ વિભાગના દરોડા, બિન અધિકૃત રેતી ભરેલા પાંચ ટ્રેક્ટર જપ્ત કરાયા
બનાસકાંઠામાં ખાણ ખનીજ વિભાગના દરોડા, બિન અધિકૃત રેતી ભરેલા પાંચ ટ્રેક્ટર જપ્ત કરાયા

બનાસકાંઠામાં ખાણ ખનીજ વિભાગના દરોડા, બિન અધિકૃત રેતી ભરેલા પાંચ ટ્રેક્ટર જપ્ત કરાયા

0
Social Share

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ખાણ-ખનીજ વિભાગ સક્રિય હોવા છતાં ખનીજ ચોરી અટકવાનું નામ લેતી નથી. બનાસ નદી સહિત અનેક નદીઓમાં રેતીની બેફામ ચોરી થઈ રહી છે. તંત્ર દ્વારા દરોડા પાડીને સંતોષ માનવામાં આવે છે. ખનીજ માફિયાઓ સારી વગ ધરાવતા હોવાથી તેમની સામે કઠોર પગલા લેવાતા નથી. ત્યારે કાયમી ધોરણે ખનીજ ચોરી અટકે તેવી વ્યવસ્થા ગોઠવવાની માગ ઊઠી છે. જિલ્લામાં ઈકબાલગઢ પાસે ઉમરકોટ નદીના પટમાં રેતી ભરેલા પાંચ ટ્રેક્ટર પકડાયા હતા. ખાણ-ખનીજ વિભાગની ટીમે પાંચ ટ્રેકટર પકડીને રૂપિયા 17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા ખાણ-ખનીજ વિભાગે બનાસ નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રેતી વહન કરતાં ટ્રેક્ટરો ઝડપી પાડ્યાં હતા. ખાણ-ખનીજ વિભાગે કુલ પાંચ ટ્રેક્ટર જપ્ત કરી રૂ. 17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ રૂ. 1.55 લાખની દંડકીય કાર્યવાહી હાથ ધરી છે. ભૂસ્તર વિભાગની કડક કાર્યવાહીના પગલે ભૂમાફિયાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લાની ખાણ ખનીજ વિભાગની કચેરીની તપાસ ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઇકબાલગઢ (ડેરી) પાસે ઉમરકોટ નદી પટ્ટ વિસ્તારમાં બિન અધિકૃત ટ્રેક્ટર જણાઈ આવતાં ભૂસ્તર વિભાગની ટીમે બનાસ નદીમાં તપાસ હાથ ધરી હતી. જેમાં બિનઅધિકૃત રીતે રેતીનું વહન કરતા પાંચ ટ્રેકટર જપ્ત કરવામાં આવ્યાં હતાં. આમ કુલ પાંચ ટ્રેક્ટર પકડી પાડીને રૂપિયા 17 લાખનો મુદ્દામાલ સિઝ કરી રૂ. 1.55 લાખની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા માટે ભુસ્તરશાસ્ત્રી સુભાષ જોષીની કડક કાર્યવાહીથી ભુમાફીયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે. (file photo)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code