Homeગુજરાતીપીએમ મોદીએ UPSC વર્ષ 2021ની પરિક્ષા પાસ કરનારા ઉમેદવારોને પાઠવી શુભેચ્છાઓ

પીએમ મોદીએ UPSC વર્ષ 2021ની પરિક્ષા પાસ કરનારા ઉમેદવારોને પાઠવી શુભેચ્છાઓ

  •  UPSC રિઝલ્ટ 2021
  • પાસ કરનારા ઉમેદવારોને પાઠવી શુભેચ્છાઓ

 

દિલ્હીઃ- યુનિયન પબ્લિક સર્વિસ કમિશને સોમવારે સિવિલ સર્વિસ પરીક્ષા-2021 નું પરિણામ જાહેર કર્યું છે અને આ વખતે ટોચના ત્રણેય સ્થાન યુવતીઓએ જીત્યા છે. શ્રુતિ શર્મા એ પ્રથમ સ્થાન મેળવ્યું છે. આયોગે કહ્યું કે લગભગ 685 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે. 

અંકિતા અગ્રવાલ અને ગામિની સિંગલાએ અનુક્રમે બીજું અને ત્રીજું સ્થાન મેળવ્યું છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે સિવિલ સર્વિસ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષા ત્રણ તબક્કામાં લેવામાં આવે છે, જે હેઠળ ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય વિદેશ સેવા (IFS) અને ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારીઓની પસંદગી કરવામાં આવે છે.આ તમામે તમામને દેશના દેશના પીએમ એ ટ્વિટ કરીને શુભેચ્છઆઓ આપી છે.

આ પાસ કરેલા તમામ લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએસ અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે સિવિલ સર્વિસિસ પરીક્ષા, 2021 પાસ કરનારા તમામને અભિનંદન. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરતી વખતે ભારતની વિકાસયાત્રામાં નિર્ણાયક સમયે તેમની વહીવટી કારકિર્દી શરૂ કરી રહેલા આ યુવાનોને મારી શુભેચ્છાઓ.

સિવિલ સર્વિસીસ મુખ્ય પરીક્ષા, 2021નું પરિણામ 17 માર્ચે જાહેર કરવામાં આવ્યું હતું. મુખ્ય પરીક્ષા પાસ કરનારાઓને ઇન્ટરવ્યુ રાઉન્ડ માટે બોલાવવામાં આવ્યા હતા. વ્યક્તિત્વ કસોટી 5 એપ્રિલથી 26 મે, 2022 દરમિયાન લેવામાં આવી હતી.

 

સંબંધિત લેખો

Most Popular