- પીએમ મોદીનો સ્વચ્છતાનો સંદેશ
- ટનલનું નિરિક્ષણ કરતા પાણી બોટલ પોતે ઊંચકીને ફેંકી
દિલ્હી – વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે દિલ્હીના પ્રગતિ મેદાનમાં ઈન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ કોરિડોર પ્રોજેક્ટની મુખ્ય ટનલ સહિત પાંચ અંડરપાસનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. ઉદ્ઘાટન બાદ તેઓ ટનલનું નિરીક્ષણ કરી રહ્યા હતા અને ટનલની અંદર બનેલી કલાકૃતિઓ જોઈ રહ્યા હતા. આ દરમિયાન જ્યારે તેમણે ટનલની અંદર કચરો જોયો તો તે પોતાની જાતને રોકી ન શક્યા અને તરત જ અહીંથી કચરો ઉપાડવા લાગ્યા અને આ રીતે લોકોને પણ સ્વચ્છતાનો સંદેશ પીએમ પાસેથી મળ્યો.
જોતજોતામાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે
https://twitter.com/sambitswaraj/status/1538411829679902721?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1538411829679902721%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.timesnownews.com%2Findia%2Fpm-modi-picks-up-litter-at-newly-opened-delhis-pragati-maidan-tunnel-video-surfaces-article-92314688
પીએમએ કિનારા પર એક રેપર અને પ્લાસ્ટિકની બોટલ પડી હતી. આ પછી તેમણે પોતે આ કચરો ઉપાડ્યો અને દેશવાસીઓને સ્વચ્છ ભારતનો સંદેશ આપ્યો. આ પહેલા પણ પીએમ ઘણી વખત સ્વચ્છતાનો સંદેશ આપતા અને કચરો જાતે ઉપાડતા જોવા મળ્યા છે.
ઉલ્લેખનીય છે સ્વચ્છ ભારત અભિયાનના હિમાયતી એવા વડાપ્રધાન આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખવા પર ભાર મૂકે છે અને તેનું પાલન પણ કરે છે. અગાઉ 2019 માં, પીએમ મોદી તમિલનાડુના મામલ્લાપુરમમાં બીચ પર જોગિંગ કરતી વખતે કચરો ઉપાડતા જોવા મળ્યા હતા


