Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં વાયએમસીથી કર્ણાવતી કલબ સુધીનો રોડ 14 મહિના બાદ ખૂલ્લો મુકાયો

અમદાવાદમાં વાયએમસીથી કર્ણાવતી કલબ સુધીનો રોડ 14 મહિના બાદ ખૂલ્લો મુકાયો

અમદાવાદ, 11 ઓક્ટોબર, 2026 : Road from YMC to Karnavati Club opened શહેરના એસજી હાઈવે પર કર્ણાવતી કલબથી સરખેજ તરફ ઓવરબ્રિજના કામ ચાલતું હોવાથી વાયએમસીથી કર્ણાવતી કલબ સુધીનો વન સાઈડ રોડ છેલ્લા એક વર્ષથી વધુ સમયથી બંધ કરવામાં આવ્યો હતો. આખી વાહનચાલકોને ત્રણ કિલોમીટર ફરીને જવું પડતું હતું, આ ઓવરબ્રિજનું મોટાભાગનું કામ પૂર્ણ થતાં બંધ કરાયેલો કર્ણાવતી કલબ સુધી રોડ ખૂલ્લો મુકાતા વાહનચાલકોને ભારે રાહત થઈ છે.

શહેરના એસડી હાઈવે પર વાયએમસી કલબ ક્રોસ રોડથી પ્રહલાદનગર થઈને કર્ણાવતી ક્લબ તરફ જતો બ્રિજ નીચેનો રોડ હવે વાહનોની અવરજવર માટે ખૂલ્લો મુકાતા વાહનચાલકોને રાહત થઈ છે.  હાઈવેનો એક તરફનો રોડ છેલ્લા 14 મહિનાથી બંધ કરાતા  વાહનચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. નવરાત્રીના એક દિવસ પહેલા એટલે કે આજે 10 ઓક્ટોબરના રોજ વાયએમસીએ ક્રોસ રોડથી કર્ણાવતી ક્લબ તરફ જતા રોડને ખુલ્લો મુકવામાં આવ્યો છે. જોકે રોડને ખુલ્લો મુકવામાં આવ્યો હોવા છતાં પણ ટ્રાફિકજામના દ્રશ્યો યથાવત જોવા મળ્યા હતા.

એસજી હાઈવે પર કર્ણાવતીથી સરખેજ તરફના ઓવરબ્રિજના કામને લીધે ઑગસ્ટ 2025 થી આ રોડ બંધ કરાતા સરખેજ તરફથી આવીને ગાંધીનગર કે પ્રહલાદનગર તરફ જતા લોકોને ખાસ ડાયવર્ઝન આપવામા આવ્યું હતું. લોકોએ વાયએમસીએ ચાર રસ્તાથી સીધા જવાના બદલે ભગવાન સર્કલ અને ઝવેરી સર્કલ થઈને કર્ણાવતી ક્લબ તરફ જવું પડતું હતું. આ લાંબા ફેરાના કારણે લોકોને દરરોજ 3 કિલોમીટર વધારે અંતર કાપવું પડતું હતું અને ટ્રાફિકમાં 15 થી 20 મિનિટ જેટલો કિંમતી સમય બગડતો હતો. હવે જ્યારે શનિવારેના દિવસે એટલે નવરાત્રિનો તહેવાર શરૂ થવાના ઠીક એક દિવસ પહેલાં જ આ રોડ ખોલી દેવામાં આવ્યો છે, ત્યારે ખેલૈયાઓ અને સામાન્ય વાહનચાલકોને ટ્રાફિક અને લાંબા રૂટ થી રાહત મળશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular