
દિલ્હી એરપોર્ટ પર પ્રવેશ હવે ટેક્નિકલ બનશે – ડીજી યાત્રા એપની મદદથી ચહેરો દેખાડીને મળશે પ્રવેશ
- દિલ્હી એરપોર્ટ પર માત્ર ચહેરો દેખઆડીને મળશે પ્રવેશ
- હવે ડોક્યુમેન્ટ ચેક કરાવાથી મળશે છુટકારો
દિલ્હીઃ- દિલ્હીના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવે યાત્રીઓ પોતાનો ચહેરો દેખાડીને માત્ર પ્રવેશ મેલી શકે છે.આ પ્રવેશ યાત્રા એપની મદદથી હવે યાત્રીઓને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવેશવા માટે કતાર લગાવવાની કે દસ્તાવેજો બતાવવાની જરૂર નહીં પડે. ફેસ રેકગ્નિશન ટેક્નોલોજીની મદદથી પેસેન્જરને એરપોર્ટમાં એન્ટ્રી મળશે.
દિલ્હી એરપોર્ટ ઇન્ટરનેશનલ લિમિટેડએ 15મી ઓગસ્ટને સોમવારે એન્ડ્રોઇડ સિસ્ટમ પર આધારિત DG યાત્રા એપનું બીટા વર્ઝન લોન્ચ કર્યું છે. મુસાફરો હવે ચહેરાની ઓળખ તકનીક દ્વારા એરપોર્ટમાં પ્રવેશી શકશે અને ઍક્સેસ કરી શકશે. DIALના CEO વિદેહ કુમાર જયપુરિયારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ચહેરાની ઓળખ પ્રણાલી મુસાફરોને બહુવિધ બિંદુ ઓળખ તપાસની પ્રક્રિયામાંથી બચાવશે અને તેમને પેપરલેસ મુસાફરી કરવા માટે પ્રોત્સાહિત કરશે
આ ટેક્નોલોજીની મદદથી મુસાફરો એરપોર્ટની એન્ટ્રી, સુરક્ષા તપાસ અને બોર્ડિંગ ગેટ સુધી પહોંચી શકશે. આ સાથે જ દરેક પ્રવાસીને દરેક ટચપોઇન્ટ પર ત્રણ સેકન્ડથી ઓછા સમયની જરૂર પડશે અને DG યાત્રા પણ સુરક્ષામાં સુધારો કરશે.
ડીજી યાત્રા એ નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો એક પ્રોજેક્ટ છે અને તે 2017 થી ટ્રાયલ હેઠળ છે. તે દિલ્હી એરપોર્ટના T3 પર સ્થાનિક મુસાફરો માટે શરૂ કરવામાં આવ્યું હતું જ્યાં એરએશિયા ઇન્ડિયા, એર ઇન્ડિયા, ઇન્ડિગો, સ્પાઇસજેટ અને વિસ્તારા જેવી એરલાઇન્સ કાર્યરત છે
ડીજી યાત્રા એપનું બીટા વર્ઝન એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ છે અને થોડા અઠવાડિયામાં iOS પ્લેટફોર્મ માટે ઉપલબ્ધ થશે. ડીજી યાત્રા યોજનામાં સહભાગિતા મુસાફરો માટે સ્વૈચ્છિક છે અને જેઓ તેને પસંદ કરે છે તેઓએ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, પોતાને નોંધણી કરવી પડશે, આધાર વિગતો લિંક કરવી પડશે, સેલ્ફી લેવી પડશે અને કોરોના રસીકરણ વિગતો પણ ઉમેરવી પડશે.