કાશીમાં નવ માતૃશક્તિ પીઠ, શારદીય નવરાત્રિમાં ઉપાસનાનું વિશેષ મહત્વ
શિવ નગરી કાશીના પૌરાણિક કાળના નવ માતૃ શક્તિપીઠોના સ્થાન આજે પણ સુરક્ષિત છે. શારદીય નવરાત્રિમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પૂજા-અર્ચના કરવા આવે છે. અહીં પૂજા-અર્ચનાથી મનસા, વાચા અને કર્મણાથી જાણે-અજાણે થયેલા પાપ દૂર થવાની સાથે આરોગ્ય, સુખ સમૃદ્ધિની સાથે કલ્યાણનો માર્ગ પ્રાપ્ત થતો હોવાનું ભક્તો માને છે. આ માતૃશક્તિ પીઠનો મહિમા લિંગ પુરાણ અને કાશી ખંડમાં પણ ઉલ્લેખ છે. શારદીય નવરાત્રિમાં અહીં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. તેમજ અહીં નવરાત્રિમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડે છે.
નવ માતૃશક્તિ પીઠમાંથી પ્રથમ દેવી બ્રાહ્મી છે. બાલમુકુંદ ચોહટ્ટામાં બ્રહ્મ વિદ્યા પ્રદાન કરતા આ દેવી બિરાજમાન છે, આ બ્રાહ્મી દેવી પછી મા મહેશ્વરીનું નામ આવે છે. જ્ઞાનવાપીના નૈઋત્ય કોણમાં બાબા વિશ્વનાથના દરબાર તરફ જતા કોરિડોરમાં, માતા મહેશ્વરી બિરાજમાન છે. ત્રીજા માતૃશક્તિનું નામ એંદ્રી છે. મા એંદ્રી દેવીનું સ્થાન મણિકર્ણિકા ઘાટ પર આવેલું છે. તેવી જ રીતે મીરઘાટ નજીક દલભ્યેશ્વર મહાદેવ પાસે વારાહી દેવીનું માતૃ શક્તિપીઠ છે. તેમના દર્શન માત્રથી વિપત્તિયોનો નાશ થાય છે. એ જ રીતે વૈષ્ણવી દેવીનો નારાયણીના નામથી પુરાણોમાં ઉલ્લેખ છે. ગાયઘાટ પાસે રાજ મંદિર નજીક શીતળા માતાજીને નારાયણી માતૃ શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે.
નવરાત્રિમાં તેમની પૂજા કરવાથી કોઈપણ પ્રકારના દુષણોનું શમન થાય છે. આ ક્રમમાં મા કૌમારી દેવીનું નામ છે. કૌમરી દેવી મહાદેવ (બાબા વિશ્વનાથ)ને પશ્ચિમ સ્કંદેશ્વર નજીક લિંગ પુરાણમાં દર્શાવવામાં આવ્યા છે. હવે ત્યાં ન તો સ્કંદેશ્વરનું સ્થાન સ્પષ્ટ છે કે ન તો માતાજીનું. તેવી જ રીતે ચામુંડા માતાનું સ્થાન ભદૈનીમાં મહામુંડા તરીકે ઓળખાય છે.
લોલાર્ક મંદિર પાસેના આર્ક વિનાયક મંદિરમાં મહામુંડા માતાજી બિરાજમાન છે. તેમના પછી આઠમી માતૃશક્તિનું નામ ચાચિકા તરીકે ઉલ્લેખવામાં આવ્યું છે. ચચિકા માતાજીનું સ્થાન બાલાજી ઘાટ પાસે આવે છું. તેવી જ રીતે નવમી માતૃશક્તિનું નામ વિકટા છે. પંચમુદ્રા માતૃકાના રૂપમાં તેમનું વર્ણન જોવા મળે છે. પદ્મપુરાણમાં તેમને સંકટા દેવી તરીકે ઓળખવામાં આવે છે. બ્રહ્મપુરાણમાં પણ તેમનો ઉલ્લેખ છે.
(PHOTO-FILE)